કેન્સરની સારવારની વચ્ચે અભિનેત્રી Heena Khan એ શેર કરી સુંદર તસ્વીરો….

Amit Darji

અભિનેત્રી Heena Khan ની કેન્સરની સારવાર ચાલી રહી છે. તાજેતરમાં હિના ખાને સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી કે, મેડિકલ તપાસ દરમિયાન તેને સ્તન કેન્સર હોવાનું નિદાન ચાલી રહ્યું છે. અભિનેત્રી દ્વારા આ મુશ્કેલ સમયનો ખૂબ હિંમતથી સામનો કરવામાં આવ્યો રહ્યો છે. કેન્સર સામેની લડાઈ વચ્ચે તે શૂટિંગમાં પરત આવી છે. તે નિયમિતપણે જીમમાં પણ જઈ રહી છે. હવે મહિનાઓ બાદ તે પોતાના માટે ખરીદી કરવા માટે નીકળી છે. અ દરમિયાનની તેની તસ્વીરો સામે આવી હતી.

Heena Khan દ્વારા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસ્વીરો શેર કરવામાં આવી છે. તેમાં તે ખુબ ખુશ જોવા મળી રહી છે. શોપિંગ કર્યા બાદ હિના ખાન દ્વારા તેની ફેવરિટ હોટ ચોકલેટની મજા માણવામાં આવી હતી. હિના ખાન દ્વારા પોસ્ટ સાથે લખવામાં આવ્યું છે કે, ‘મહિનાઓ બાદ આજે હું બહાર ગઈ અને શોપિંગ કર્યું છે. શોપિંગ બાદ હોટ ચોકલેટની મજા માણી હતી. સારવાર વચ્ચે આ પોતાના માટે ફરવાની આ ટ્રીટ બની છે. માત્ર હું મારી જાતને મજબૂત બનાવું છું અને મારી જાતને અપાર પ્રેમ કરું છું.

Heena Khan

તેની સાથે શેર કરવામાં આવેલ તસ્વીરોમાં હિના ગ્રીન આઉટફિટમાં કેફેમાં બેઠેલી જોવા મળી રહી છે. તે પોતાની મનપસંદ કોફીની મજા લેતી જોવા મળી રહી છે. તેની સાથે કેટલીક તસ્વીરોમાં અભિનેત્રી કેટલીક મનપસંદ વાનગીઓના સ્વાદ માણતી જોવા મળી રહી છે. જ્યારે તેને ખરીદેલા કપડાની તસ્વીરો પણ શેર કરી હતી.

હિના ખાન નાના પડદાની લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે. તેણે લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરાનું પાત્ર ભજવી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તેની સાથે અભિનેત્રી ઘણા મ્યુઝીક આલ્બમ્સમાં પણ જોવા મળી છે. આ સિવાય બિગબોસમાં પણ જોવા મળી હતી.

Share This Article
Leave a comment