રોહિત શેટ્ટીનો સ્ટંટ આધારિત શો ‘ખતરો કે ખિલાડી 14’ આ દિવસોમાં ચર્ચામાં રહેલો છે. અસીમ રિયાઝને તેના ગેરવર્તન અને વર્તન માટે શોમાંથી બહાર કરી દેવાયો હતો. ત્યાર બાદ શિલ્પા શિંદે શોમાંથી બહાર થનારી પ્રથમ સ્પર્ધક બની ગઈ હતી. શિલ્પા શિંદે નું એલિમિનેશન ચાહકો માટે એક ઝટકા સમાન હતું. કેમ કે, અભિનેત્રી પણ તેના એલિમિનેશનથી શોકમય જોવા મળી હતી. જ્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, ‘બિગ બોસ 11’ વિજેતા શિલ્પા શિંદે ‘ખતરોં કે ખિલાડી 14’ માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ફરી વાપસી કરે તેવી શક્યતા છે.
અભિનેત્રી શિલ્પા શિંદે દ્વારા તાજેતરમાં LatestLY સાથે વાતચીત કરવામાં આવી હતી. આ દરમિયાન તેના દ્વારા ‘ખતરો કે ખિલાડી 14’ ના પોતાના અનુભવો વિશે વાત કરવામાં આવી હતી. તેમ છતાં શિલ્પા શેટ્ટી દ્વારા રોહિત શેટ્ટીના શોમાં વાઈલ્ડકાર્ડ એન્ટ્રીના સમાચાર પર સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું હતું. વાઇલ્ડકાર્ડ સ્પર્ધક તરીકે શોમાં આવવાના પ્રશ્ન પર અભિનેત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મને ખબર નથી. તેના પર થોડું સસ્પેન્સ બન્યા રહેવા દો. અત્યારે હું તેના વિશે હું કંઈ પણ કહી શકતી નથી. તમને જણાવી દઈએ કે, આ દરમિયાન શિલ્પા શિંદે દ્વારા સ્પર્ધકોના વર્તન વિશે પણ વાત કરવામાં આવી અને અદિતિ શર્મા માટે ટિપ્પણી કરવામાં આવી હતી.
અભિનેત્રી શિલ્પા શિંદે દ્વારા ‘ખતરો કે ખિલાડી 14’ ના સ્પર્ધકોના વર્તન પર નિવેદન આપવામાં આવ્યું હતું. શિલ્પા શિંદેએ જણાવ્યું હતું કે, ‘આ સિઝનમાં શોમાં આવેલા સ્પર્ધકો દ્વારા બાળકો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.’ તમને જણાવી દઈએ કે, શો દરમિયાન અદિતિ શર્માએ શિલ્પા વિશે ટિપ્પણી કરતા તેને સ્પ્લિટ પર્સનાલિટી ગણાવ્યા હતા. અદિતિની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ જણાવ્યું કે, મને કોઈની ટિપ્પણીથી કોઈ વાંધો નથી. તે જ સમયે શિલ્પા શિંદેએ તેમ પણ જણાવ્યું કે, હું તે નથી જાણતી કે ‘ખતરોં કે ખિલાડી’ના સ્પર્ધકો બિગ બોસ બનાવવા માટે કેમ ઈચ્છતા હોય છે. શિલ્પાએ તે પણ જણાવ્યું કે, ‘તમે સ્ટંટની મજા માણી શકો છો. પરંતુ બળપૂર્વક લડીને લોકોનું ધ્યાન ખેંચવાની જરૂર નથી. આ બિલકુલ બેકાર છે.