Adani Group દ્વારા અમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા મૂકવામાં આવેલા લાંચ અને છેતરપિંડીના આરોપોને ખોટા જણાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, અદાણી ગ્રુપની પેટા કંપની અદાણી ગ્રીન પર રૂ. 265 મિલિયન ડોલરની વધુ ની લાંચ અને છેતરપિંડી ના આરોપ અદાણી ગ્રૂપ દ્વારા ફગાવી દેવામાં આવી છે. અદાણી ગ્રૂપના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને SEC દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટર્સ વિરુદ્ધ મૂકાયેલા તમામ આરોપો ને ખોટા જણાવવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા લખવામાં આવ્યું છે કે, આ તમામ આરોપો શંકાસ્પદ રહેલા છે. આરોપીને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે, જ્યાં સુધી તે દોષિત સાબિત થાય નહીં. હવે અમારા દ્વારા કાયદાકીય વિકલ્પના રસ્તા પર આગળ વધવામાં આવશે. અદાણી ગ્રૂપ દ્વારા હંમેશા તમામ કાયદા અને નીતિ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
અદાણી ગ્રૂપ દ્વારા તેની સાથે વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘અમારા દ્વારા તમામ બિઝનેસ કામગીરીમાં પારદર્શકતા, નિયામકની જોગવાઈઓનું પાલન હંમેશા પ્રતિબદ્ધતા રહેલી હોય છે. અમારા દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપવામાં આવે છે કે, અમે કાયદાનું પાલન કરતું ઓર્ગેનાઈઝેશન રહેલું છે. અમારા દ્વારા તમામ કાયદાને અનુસરીને જ કામગીરી કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ તેમજ અમેરિકાના પ્રોસિક્યુટરે અદાણી ગ્રીન ના બોર્ડ સભ્યો ઉપર અમેરિકાના રોકાણકારો સાથે 250 મિલિયન ડોલરની છેતરપિંડીનો આરોપ મુકવામાં આવ્યો છે. અદાણી ગ્રૂપ પર આરોપ લાગ્યો છે કે, તે 265 મિલિયન ડોલરનો બોન્ડ ઈશ્યૂ લાવીને ફંડ ભેગું કરવા ઈચ્છતા હતા. આ ફંડનો ઉપયોગ તેઓ કથિત રીતે ભારતના અધિકારીઓ ને લાંચ આપવા કરવાનું વિચારી રહ્યા હતા. કેમ કે, અદાણી ગ્રીનને એક પ્રોજેક્ટ હાંસલ કરવામાં આવ્યો હતો. આ ફંડ ભેગું કરવામાં માટે પણ અદાણી ગ્રૂપે નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.