મુંબઈમાં શનિવાર ના એટલે 12 તારીખના રોજ અજિત પવાર જૂથના NCP નેતા Baba Siddique ની ગોળી મારીને કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. બાબા સિદ્દીકી ને ખૂબ જ નજીકથી જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક NCP નેતા ને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં આ ઘટના બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો હોસ્પિટલ જતા જોવા પણ મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, Salman Khan, શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા, સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત અને ઝહીર ઈકબાલ જેવા સેલેબ્સ હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા. તેની સાથે એવું પણ સામે આવ્યું છે કે, આ સમાચાર સાંભળતાની સાથે જ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ‘બિગ બોસ 18’ નું શૂટિંગ અધવચ્ચે જ અટકાવીને તાત્કાલિક બાંદ્રા ની લીલાવતી હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા.
આ સાથે વધુ એક જાણકારી સામે આવી છે કે, બાબા સિદ્દીકી ની હત્યા બાદ Salman Khan ની સુરક્ષા વધારી દેવાઈ છે. તેની સાથે ઘણા વિડીયો પણ સામે આવ્યા છે કે, જેમાં સલમાન ખાન ટાઈટ સિક્યોરિટી વચ્ચે હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા. આ સાથે એવું પણ સામે આવ્યું છે કે, સલમાન ખાનને આ ઘટનાની જાણકારી મળી ત્યારે તેઓ હોસ્પિટલ જવા માટે નીકળ્યા પરંતુ સુરક્ષાના કારણોસર પોલીસે તેને ન આવવાની સલાહ પણ આપી હતી. આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે એક પાર્ટીમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે લડાઈ ના સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ બાબા સિદ્દીકી ની એક પાર્ટીમાં તેઓ એકબીજાને ગળે લગાવીને મિત્ર બનાવવામાં આવ્યા હતા. બાબા સિદ્દીકી ની ઈફ્તાર પાર્ટીમાં રાજકીય જગતથી લઈને ફિલ્મ જગતની ઘણી મોટી હસ્તીઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. શાહરૂખ ખાન થી લઈને સલમાન ખાન સુધી દરેક તેમની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપતા હતા અને સાથે ફોટો પણ પડાવતા પણ જોવા મળતા હતા.