ચિન્મય દાસ બાદ Bangladesh માં વધુ એક હિન્દુ નેતાની કરાઈ ધરપકડ

Amit Darji

Bangladesh થી મોટા સમાચાર સામે આવ્યા છે. આપણે બધા જાણીએ જ છીએ કે, બાંગ્લાદેશમાં ઇસ્કોનના પાદરી ચિન્મય કૃષ્ણ દાસની થોડા દિવસો પહેલા ધરપકડ કરવામાં આવી હતી. એવામાં એવા જ કંઇક સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, બાંગ્લાદેશના ચિત્તાગોંગ માં અન્ય એક હિન્દુ પૂજારી ની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સુત્રો મુજબ જાણકારી મળી છે કે, ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે સામે આવી છે, જે ચિન્મય કૃષ્ણદાસ દાસને જેલમાં મળવા માટે ગયા હતા.

આ મામલામાં સુત્રો દ્વારા જાણકારી મળી છે કે, શ્યામ દાસ પ્રભુની કોઈપણ સત્તાવાર વોરંટ વગર ધરપકડ કરવામાં આવેલ છે. કોલકાતા સ્થિત ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રવક્તા રાધા રમણ દાસ દ્વારા આ બાબતમાં પોસ્ટ શેર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશ ની ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) ના ભૂતપૂર્વ સભ્ય હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની સોમવારના રોજ એટલે 25 નવેમ્બર 2024 ના રોજ રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ બીજા દિવસે એટલે 26 નવેમ્બર 2024 ના રોજ કસ્ટડીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમની ધરપકડ બાદ હિંદુ સમુદાયના સભ્યો દ્વારા બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ચિત્તાગોંગ સહિત વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

તેની સાથે ઇસ્કોનના પાદરી ચિન્મય કૃષ્ણ દાસના જામીન નકારવામાં આવ્યા બાદ મંગળવારના રોજ ચિત્તાગોંગ માં કોર્ટની બહાર પોલીસ અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં એક વકીલનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ દ્વારા આ બાબતમાં જણાવવામાં આવ્યું છે કે, સહાયક સરકારી વકીલ સૈફુલ ઈસ્લામની હત્યાના સંબંધમાં ઓછામાં ઓછા નવ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. આ મામલામાં 46 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી, જેમાંથી મોટાભાગના લઘુમતી હિંદુ સમુદાય ના સ્વચ્છતા કાર્યકર્તાઓ રહેલા હતા.

Share This Article
Leave a comment