ભારત સામે પર્થ ટેસ્ટમા હાર મળતા Australia એ બીજી ટેસ્ટ માટે કરી આ શાનદાર ઓલરાઉન્ડરની પસંદગી

Amit Darji

Australia દ્વારા ભારત સામે બીજી ટેસ્ટ માટે ઈજાગ્રસ્ત મિચેલ માર્શના કવર તરીકે ભારત સામેની બીજી ટેસ્ટ માટે ટીમમાં અનકેપ્ડ ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટર ને સામેલ કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મિચેલ માર્શની ફિટનેસ ચિંતાનો વિષય બની ગયેલ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પર્થમાં સીરીઝની શરૂઆતી મેચમાં ઓસ્ટ્રેલિયા ની 295 રનની હાર બાદ મિચેલ માર્શને ઈજા થઈ હતી અને તેમને મુશ્કેલી થઈ રહી હતી. મિચેલ માર્શની જેમ વેબસ્ટર પણ પેસ બોલિંગ ઓલરાઉન્ડર રહેલ છે. છેલ્લા બે વર્ષમાં શેફિલ્ડ શિલ્ડમાં તેના દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તેની સાથે 30 વર્ષીય આ ખેલાડી દ્વારા 1788 રન બનાવવામાં આવ્યા છે જેમાં પાંચ સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં ન્યૂ સાઉથ વેલ્સ સામે તાસ્માનિયા ની શેફિલ્ડ શિલ્ડ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચ વિકેટ લેવાની સાથે 61 અને 49 રન બનાવવામાં આવ્યા હતા. ગુરુવાર ના જાહેરાત કરતા પહેલા cricket.com.au દ્વારા વેબસ્ટરને ઉલ્લેખીને જણાવવામાં આવ્યું છે કે, ‘Australia A માટે રમતા ઇન્ડિયા એ સામે કેટલાક રન બનાવ્યા અને વિકેટ પ્રાપ્ત કરવી સારો અહેસાસ છે. A ટીમ માટે રમવું એ ટેસ્ટમાંથી એક પગલું નીચે રહેલ છે. એટલા માટે તમને સારું લાગે છે. સિઝનના અંતે ન્યૂ સાઉથ વેલ્સ માટે સિનિયર ટીમમાં રમવા માટે બોલાવવો એ ગર્વની ક્ષણ રહેલી હતી અને હું ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ થવા માટે રાહ જોઈ શકતો નથી.’

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘મને મિડલ ઓર્ડરમાં જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે.’ પોતાની વિસ્ફોટક બેટિંગ સિવાય વેબસ્ટર દ્વારા પોતાની ક્ષમતાઓ માં સીમ-બોલિંગને પણ સામેલ કરી છે. તેમણે માત્ર ચાર વર્ષ પહેલા જ પેસ બોલિંગની શરૂઆત કરી હતી અને હવે તે તેમનું હથિયાર બની ગયું છે. તે આવતા અઠવાડિયે એડિલેડમાં ટીમ સાથે જોડાવાના છે. ગયા ઉનાળામાં તેને શેફિલ્ડ શીલ્ડ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો હતો અને તે આ સિઝનમાં તે ફોર્મ જાળવી રાખવા માટે ઉત્સુક રહેશે.

તેની સાથે સીરીઝમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હોવા છતાં ઓપનિંગ કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થનારી પિંક બોલ ટેસ્ટ માટે હોમ ટીમમાં કોઈ ફેરફાર કરાશે  નહીં. આ દરમિયાન જેક નિસ્બેટને આ અઠવાડિયાના અંતમાં કેનબેરા માં ભારત સામે રમાવનારી પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનમાં જેઈમ રાયનના સ્થાને સામેલ કરવામાં આવ્યો છે, તેને પગમાં ઈજા પહોંચી હતી.

બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ આ પ્રકાર છે : પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીશ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.

Share This Article
Leave a comment