Iran ના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી દ્વારા ઈઝરાયેલને મોટી ચેતવણી આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો ઈઝરાયેલ ગત મંગળવાર ના તેલ-અવીવ પર ઈરાનના હુમલા સામે કોઈ જવાબી કાર્યવાહી કરશે તો તેને તેના માટે ભારે કિંમત ચૂકવવી પડશે. અરાઘચી દ્વારા વચન આપવામાં આવ્યું છે કે, ઈરાન કોઈપણ ઈઝરાયેલના જવાબી હુમલા સામે નક્કર કાર્યવાહી કરશે. હવે ઈરાનના વિદેશ મંત્રી ના આ ધમકીભર્યા નિવેદન બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ કેટલો અને કેટલો સમય મૌન રહેશે તે જોવાનું રહેશે. કારણ કે નેતન્યાહુ દ્વારા પણ ઈરાન સામે મોટી જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો ઈઝરાયેલ અમારા પર હુમલો કરવાની ભૂલ કરશે તો અમારા દ્વારા તેની ગેસ અને એનર્જી ફેસિલિટી પર હુમલો કરવામાં આવશે. સત્તાવાર લેબનીઝ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી હાલમાં બેરૂતમાં રહેલા છે. ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં તેહરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદી જૂથ સામે તેના હવાઈ અને જમીની હુમલામાં વધારો કરવામાં આવ્યો છે. લેબનીઝ રાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી દ્વારા છેલ્લા અઠવાડિયે બેરુતમાં ઈઝરાયેલી હુમલામાં હિઝબુલ્લાના પ્રમુખ હસન નસરુલ્લાહના માર્યા ગયા બાદ કોઈ મુખ્ય ઈરાની અધિકારીની પ્રથમ યાત્રા ના વિશેમાં જણાવ્યું હતું કે, “એક ઈરાની વિમાન વિદેશ મંત્રી અરાધચીની સાથે રફીક હરીરી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા છે.
ઈઝરાયેલના લેબનોન પર કરવામાં આવેલ અગાઉના હુમલામાં નસરલ્લાહની સાથે એક ટોપ રેન્કિંગ વાળા ઈરાની જનરલ નું મૃત્યુ નીપજ્યું હતું. બેરૂતમાં અબ્બાસે જણાવ્યું હતું કે, મંગળવારના મિસાઈલ હુમલા ના જવાબમાં જો ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું છે કે, અમે લેબનાનમાં યુદ્ધવિરામના પ્રયાસોનું સમર્થન કરીએ છે કે, પરંતુ શરત એ છે કે, હિઝબુલ્લાહ તેનું સમર્થન કરે.
ઈરાનના વિદેશ મંત્રી દ્વારા બેરૂતમાં લેબનોનના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાતી સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, તેહરાન લેબનોનમાં યુદ્ધવિરામના પ્રયાસોનું આ શરત પર સમર્થન કરે છે કે, તેમાં હિઝબુલ્લાહ પણ તેની સાથે સંમત થાય. તેની સાથે ગાઝા પટ્ટી માં પણ યુદ્ધવિરામ થવું જોઈએ. તેમણે જણાવ્યું કે, “અમે યુદ્ધવિરામ માટેના પ્રયાસો ને એ શરતે સમર્થન આપીએ છીએ કે, તે લેબનીઝ લોકોને સ્વીકાર્ય હશે, પ્રતિકાર માટે સ્વીકાર્ય હોય અને ત્રીજું, આ ગાઝામાં યુદ્ધવિરામ સાથે સુમેળ ભર્યું રહે.