NCP નેતા Baba Siddique ની હત્યા સાથે જોડાયેલા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેની સાથે અનેક ખુલાસાઓ પણ કરવામાં આવી રહ્યા છે. એવામાં હવે એક મોટી જાણકારી સામે આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગની નજરમાં પુણેના અન્ય એક નેતા રહેલા હતા. આ ગેંગ દ્વારા તેમને પણ જાન મારી નાખવાની યોજના બનાવવામાં આવી હતી અને તેમના શૂટરો દ્વારા ગુનાને અંજામ આપવાની જવાબદારી આપવામાં આવી હતી.
બિશ્નોઈ ગેંગના શૂટરોએ બનાવ્યા બે પ્લાન
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારી પાસેથી મળેલી જાણકારી અનુસાર, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં સામે આવ્યું છે કે, બાબા સિદ્દિકીની હત્યા બાદ પુણે નો એક મોટો નેતા પણ બિશ્નોઈ ગેંગની રડાર પર રહેલા હતા. અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું એક, લોરેન્સ બિશ્નોઈ પણ પૂણે ગેંગના નેતાની હત્યા કરવાની યોજના ઘડવામાં આવી રહી હતી અને ગુનાને અંજામ આપવાની જવાબદારી પ્લાન બી માં સામેલ શૂટર્સ ને અપાઈ હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં થયો ખુલાસો
તેની સાથે અધિકારીના જણાવ્યા અનુસાર, આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી, જેનો ઉપયોગ ગુનો કરવા માટે થવાનો હતો. તેમ છતાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ નેતાના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. બિશ્નોઈ ગેંગના કાવતરાનો પર્દાફાશ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પુણે પોલીસ સાથે ઈનપુટ અને જાણકારી શેર કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા તે પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ કેસના આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવી હતી કે નહીં.
Baba Siddique ની હત્યાના કેસમાં ગૌરવ વિલાસ અપુની ધરપકડ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શુક્રવારના Baba Siddique ની હત્યા કેસમાં ગૌરવ વિલાસ અપુને નામના શૂટરની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં સામે આવ્યું છે કે, બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા બનાવવામાં આવેલા પ્લાન બીમાં શૂટર તરીકે સામેલ ગૌરવ વિલાસ ઝારખંડમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરવા માટે ગયો હતો. વધુ પૂછપરછમાં ગૌરવ વિલાસ અપુને દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, પ્લાન A નિષ્ફળ હોવાની સ્થિતિમાં બેકઅપ માટે પ્લાન B તૈયાર કરવામાં આવ્યો હતો. તેના સિવાય અગાઉ પકડાયેલા આરોપીઓમાંથી પૈકી એક રૂપેશ મોહોલ પણ ફાયરિંગની પ્રેક્ટિસ કરવા માટે અપુનેની સાથે ઝારખંડ ગયેલો હતો.
તેની સાથે વધુ તપાસમાં જાણકારી સામે આવી છે કે, હત્યાના માસ્ટરમાઇન્ડ શુભમ લોનકરે 28 જુલાઇના રોજ રૂપેશ મોહોલ અને અપુને બંનેને જરૂરી હથિયારોની સાથે ઝારખંડમાં પ્રેક્ટીસ માટે મોકલવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, બંને એ ઝારખંડમાં એક દિવસ સુધી ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને 29 જુલાઈ ના રોજ પુણે પરત આવ્યા હતા. ત્યારબાદ તેઓ શુભમ લોનકર ના સંપર્કમાં તે આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ઝારખંડમાં ચોક્કસ લોકેશન શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.