Ahmedabad માં ઇસ્કોન બ્રિજ પર ભયંકર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં નવ નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. એવામાં હવે તથ્ય પટેલ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્ય પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટ માંથી મોટો ઝટકો આપવામાં આવ્યો છે. તથ્ય પટેલ દ્વારા નિયમિત જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તથ્ય પટેલ ની નિયત જામીન માટેની અરજી ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. આ અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર 19 જુલાઈની રાત્રીના તથ્ય પટેલ દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. તથ્ય પટેલ દ્વારા 140 કિ મી ની ઝડપે જેગુઆર ચલાવવામાં આવી હતી અને તેને આ કાર ને લોકોના ટોળા પર ચડાવી દેવામાં આવી હતી. જેમાં નવ લોકો નો જીવ ચાલ્યો ગયો હતો. તે દરમિયાન પોલીસ દ્વારા આ કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ની ધરપકડ કરવામાં આવી હતી.
તેની સાથે જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત વ્યક્તિ પ્રજ્ઞેશ પટેલ નો દીકરો રહેલ છે. પ્રજ્ઞેશ પટેલ સામે 2020 માં રાજકોટના ગેંગરેપ કેસ સામેલ કરવામાં આવ્યો હતો. આરોપી ના પિતા દ્વારા રાજકોટની યુવતી ને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી ના પિતા સામે આઠ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર 19 જુલાઈની રાત્રીના શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પર ની પાછળ મહેન્દ્રા થાર ઘુસી જવાના લીધે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી ગઈ હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂરઝડપે આવી રહેલી લક્ઝ્યુરિયસ કાર દ્વારા અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કારની સ્પીડ 160 રહેલી હતી. ત્યાર બાદ કાર ચાલક દ્વારા ટોળા પર કાર ચડાવી દેવામાં આવી હતી. આ ભયાનક અકસ્માતમાં નવા લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તથ્ય પટેલ દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઈજાગ્રસ્ત થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે યુવક ના પિતા એટલે પ્રજ્ઞેશ પટેલને પણ જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. તેની સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.