ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) દ્વારા આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. AIMIM દ્વારા સંભાજીનગર, માલેગાંવ, ધુલે અને સોલાપુર વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
AIMIM મુંબઈ ના પ્રમુખ લડશે ચૂંટણી
તેની સાથે પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વખતે મુંબઈ AIMIM ના પ્રમુખ રઈસ લશ્કરિયા પણ ચૂંટણી લડવાના છે. તેમની બેઠકો ટૂંક જ સમયમાં જાહેર કરાશે. જેમાં સંભાજીનગર – ઈમ્તિયાઝ જલીલ, માલેગાંવ – મુફ્તી ઈસ્માઈલ, ધુળે – ફારૂક શાહ અને સોલાપુર – ફારૂક શબદી નો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર માં એક સભામાં અસદુદ્દીન ઓવૈસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘હું તમને વિનંતી કરી રહ્યો છું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવવાની છે. હું તમને અપીલ કરું છું, જેઓ વકફ સંપત્તિનો નાશ કરવા માટે આવી રહ્યા છે. તમે અને હું સાથે મળીને આપણે રાજકીય રીતે તેમનો નાશ કરી દેશું. તમને અપીલ છે કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં AIMIM માટે જીતવું જરૂરી રહેલી છે. તમે અવાજ છો.
તેની સાથે જ ઓવૈસી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ વકફ સંશોધન બિલ 2024 કલમ 25, 26 અને 29 નું ઉલ્લંઘન રહેલ છે. તે સમાનતાના અધિકાર નો પણ ઉલ્લંઘન કરે છે. આ બિલનો એક માત્ર ઉદ્દેશ્ય મુસ્લિમો પાસેથી વક્ફ સંપત્તિ છીનવી લેવાનો રહેલો છે. હિન્દુ એન્ડોમેન્ટ એક્ટ, ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી કે ખ્રિસ્તીઓ માટે આવું બિલ ક્યારેય રજૂ કરાયું નથી. આ બિલનો હેતુ ભારતીયોના મૂળભૂત અધિકારો છીનવી લેવાના રહેલા છે.