દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક ભારતી એરટેલ એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારતી એરટેલના આ નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોને તેની અસર પહોંચવાની છે. વાસ્તવમાં, ભારતી એરટેલ મ્યુઝિક વર્ટિકલમાંથી બહાર નીકળી જવાની છે. Bharti Airtel Wynk Music એપને બંધ કરી દેવાની છે.
ભારતી એરટેલ વિંક મ્યુઝિક એપ
જ્યારે એક રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, ભારતી એરટેલ વિંક મ્યુઝિક એપના તમામ કર્મચારીઓને કંપનીમાં જ રાખવાની છે. ભારતી એરટેલ દ્વારા આગામી થોડા મહિનામાં વિંક મ્યુઝિક એપને બંધ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેની સાથે વિંક મ્યુઝિક એપના તમામ કર્મચારીઓને કંપનીના ઇકોસિસ્ટમમાં લાવવામાં આવશે. ભારતી Airtel ના પ્રવક્તા દ્વારા આ પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
ભારતી એરટેલના પ્રવક્તાનું નિવેદન
ભારતી એરટેલના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે આ વાતની પુષ્ટિ કરીએ છીએ કે, વિંક મ્યુઝિક એપ અને વિંક મ્યુઝિકના કર્મચારીઓને એરટેલ કંપનીના ઇકોસિસ્ટમમાં લાવવામાં આવશે. એરટેલ યુઝર્સને એપલ મ્યુઝિકના એક્સેસ મળતા રહેશે. આ સિવાય વિંક મ્યુઝિક પ્રીમિયમ યુઝર્સને એપલ માટે એરટેલની સુવિધા એક વિશિષ્ટ ઓફર તરીકે અપાશે.
એપલ મ્યુઝિકની એક્સેસ
એરટેલ એક એવો કરાર કર્યો છે, જેમાં એપલ મ્યુઝિકની એક્સેસ પ્રાપ્ત થશે. તેના સિવાય આ ખાસ ઓફરનો ફાયદો તે યૂઝર્સને મળશે, જે iPhone નો ઉપયોગ કરે છે.