Airtel અને Amazon દ્વારા મળીને સસ્તો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. સેટ ટોપ બોક્સ ધરાવનાર ડિજિટલ ટીવી યુઝર્સને તેનો મોટો ફાયદો મળવાનો છે. આ પ્લાનમાં યુઝર્સને 350 લાઈવ ટીવી ચેનલો તેમજ એમેઝોન પ્રાઇમ વીડિયો નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી જશે. યુઝર્સ પ્રાઈમ વીડિયો પર તેમની મનપસંદ વેબ સિરીઝ અને મૂવીઝ પણ જોઈ શકશે. આ સિવાય યુઝર્સને એમેઝોન પ્રાઇમ માં ઉપલબ્ધ અન્ય લાભ પણ મળશે, જેમ કે ફ્રી વન ડે ડિલિવરી અને સેલનો અર્લી એક્સેસ, એમેઝોન મ્યુઝિક વગેરે મળી જશે.
અલ્ટીમેટ એન્ડ એમેઝોન પ્રાઇમ લાઇટ પ્લાન
એરટેલ ડિજિટલ ટીવી અને એમેઝોનનો આ પ્લાન અલ્ટીમેટ અને એમેઝોન પ્રાઇમ લાઇટના નામથી આવે છે. તેમાં યુઝર્સને HD અને SD લાઇવ ટીવી ચેનલો નું સબ્સ્ક્રિપ્શન ઓફર કરશે. આ સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 521 રૂપિયા રહેલી છે. યુઝર્સ પોતાની પસંદગી મુજબ માસિક પછી અર્ધવાર્ષિક સબ્સ્ક્રિપ્શન ની પસંદગી કરી શકશે.
તેની સાથે 30 દિવસના પ્લાનમાં યુઝર્સને હિન્દી અલ્ટીમેટ અને એમેઝોન પ્રાઇમ વીડિયોનું સબસ્ક્રિપ્શન 30 દિવસ એટલે કે એક મહિના માટે પ્રાપ્ત થશે. તેના સિવાય કંપની દ્વારા 180 દિવસ એટલે કે 6 મહિનાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 180 દિવસ માટે હિન્દી અલ્ટીમેટ ચેનલ પેક અને એમેઝોન પ્રાઇમ વીડિયો પણ મળશે. આ પ્લાનની કિંમત 2,288 રૂપિયા રહેલી છે.
તેની સાથે આ પ્લાન ની સંપૂર્ણ જાણકારી Airtel Thanks એપ પરથી ઉપલબ્ધ થઈ જશે. તમને હિન્દી અલ્ટીમેટ પેકમાં ઉપલબ્ધ તમામ 350 HD અને SD ચેનલનું ફ્રી એક્સેસ પ્રાપ્ત થઈ જશે. તેમાં યુઝર્સને મનોરંજન, સમાચાર, સંગીત, રમત ગમત, મૂવી વગેરે જોવા મળશે. આ પ્લાનને એક્સેસ કરવા માટે, યુઝર્સ પાસે લેટેસ્ટ Airtel Xstream બોક્સ હોવું જરૂરી છે તેના દ્વારા યુઝર્સને લાઇવ ટીવી ચેનલો તેમજ OTT પણ પ્રાપ્ત થશે.
આ પ્લાનની ખાસ વાત એ પણ રહેલી છે કે, તમે તમારા ડિજિટલ ટીવીની સાથે-સાથે મોબાઈલમાં પણ Amazon Prime Video નો ઉપયોગ કરી શકશો. કંપની દ્વારા તેમાં બે ડિવાઇસ માટે એમેઝોન પ્રાઈમ નું એક્સેસ ઓફર કરવામાં આવી રહ્યું છે. એરટેલ ડિજિટલ ટીવીનો આ પ્લાન ટાટા પ્લે અને ડિશ ટીવી ને પડકારજનક રહેલ છે.