Airtel નો 100 રૂપિયાની અંદર નો શાનદાર પ્લાન, જેમાં ઈન્ટરનેટ ની ભરમાર

Amit Darji

Airtel દ્વારા પોતાના મોબાઈલ યુઝર્સ માટે તાજેતરમાં ઘણા શાનદાર પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. એવામાં Airtel નો એક એવો જ પ્લાન 100 રૂપિયાની અંદર માં આવે છે, જેમાં યુઝર્સને ઇન્ટરનેટ ચલાવવા માટે અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવે છે. જુલાઈમાં મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ Jio, Airtel અને Vodafone Idea યૂઝર્સ મોટી સંખ્યામાં પોતાનો નંબર બંધ કરી રહ્યા છે અને BSNL માં પોર્ટ કરાવી રહ્યા છે. મોંઘા રિચાર્જ પ્લાન ના લીધે ઘણા યુઝર્સ દ્વારા Airtel નો પણ સાથ છોડવામાં આવ્યો છે.

100 રૂપિયાથી ઓછા પ્લાન

ટેલિકોમ ઓપરેટર દ્વારા પોતાના યુઝર્સને જાળવી રાખવા માટે વિવિધ પ્રકાર ઓફર્સ જાહેર કરવામાં આવી છે. એરટેલનો પણ આવો જ રિચાર્જ પ્લાન રહેલો છે જેના માટે યુઝરને માત્ર 99 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.  ટેલિકોમ ઓપરેટર પોતાના યુઝર્સને 99 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ટરનેટ ઓફર કરવામાં આવે છે. એરટેલના આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં આ પ્લાનમાં યુઝર્સને માત્ર બે દિવસની વેલિડિટી પ્રાપ્ત થશે. કંપની દ્વારા યુઝર્સ માટે FUP લિમિટ પણ રેટ કરવામાં આવ્યો છે.

તેની સાથે જણાવી દઈએ કે, આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 20 GB ઈન્ટરનેટ મળવાનું છે. આ પ્લાન નો લાભ પહેલાથી ચાલી રહેલા કોઈપણ પ્લાનની સાથે જ પ્રાપ્ત કરી શકાશે. જેમ કે, જો તમારા નંબર પર કોઈ પ્લાન પહેલાથી જ એક્ટિવ રહેલો છે તો તમે આ પ્લાન ની પસંદગી કરી શકશો. એરટેલ દ્વારા આ પ્લાન ખાસ કરીને ઇન્ટરનેટ યુઝર્સ ને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે.

- Advertisement -

JIO નો શાનદાર પ્લાન

Airtel ની જેમ Jio પાસે પણ આવો જ સસ્તો પ્લાન રહેલો છે જેના માટે યુઝરને 100 રૂપિયાથી પણ ઓછી ચૂકવણી કરવી પડશે. Jio ના આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટાનો લાભ મળી રહ્યો છે. જિયોનો આ પ્લાન 86 રૂપિયામાં આવે છે અને એરટેલ ની જેમ તમને દરરોજ 20 GB ડેટા નો લાભ મળી રહ્યો છે.

Share This Article
Leave a comment