સરકારી ટેલિકોમ કંપની BSNL દ્વારા પોતાના રિચાર્જ પ્લાન થી ટેલિકોમ કંપનીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. જ્યારથી Jio, Airtel અને Vi દ્વારા રિચાર્જ પ્લાન ની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારથી BSNL દ્વારા ગ્રાહકો માટે નવા-નવા પ્લાન લાવવામાં આવી રહ્યા છે. 9 કરોડ થી વધુ ગ્રાહકો ધરાવનાર સરકારી કંપની દ્વારા લોકોની સુવિધા માટે તેના પોર્ટફોલિયોને ઘણી કેટેગરીમાં વિભાજીત કરી રાખ્યું છે. એવામાં જો તમારી પાસે BSNL સિમ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે સારા રહેલા છે.
તેની સાથે Jio અને Airtel ને સીધી ટક્કર આપવા માટે BSNL દ્વારા તેના પોર્ટફોલિયોમાં લાંબી વેલીડીટી વાળા ઘણા પ્લાન ઉમેરવામાં આવ્યા છે. BSNL ના આ પ્લાન્સની સૌથી મોટી ખાસ વાત એ રહેલી છે કે, તેઓ લાંબી વેલિડિટી માટે ખૂબ જ ઓછા ચાર્જ લઇ રહી છે. BSNL રિચાર્જ પ્લાનની યાદીમાં, તમને 30 દિવસથી 45 દિવસ, 150 દિવસ, 130 દિવસ, 160 દિવસ, 180 દિવસ, 200 દિવસ તેમજ 336 દિવસ, 365 દિવસ અને 395 દિવસની વેલીડીટીના પ્લાન મળી જશે.
BSNL નો શાનદાર રિચાર્જ પ્લાન
આજે અમે તમને BSNL યાદીમાં રહેલા 300 દિવસની વેલિડિટી વાળા પ્રીપેડ રિચાર્જ પ્લાન વિશે કહેવા જઈ છીએ. BSNL ના આ સસ્તા રિચાર્જ પ્લાન્સની મદદથી તમે 300 દિવસ સુધી રિચાર્જ, ફ્રી કોલિંગ અને ડેટા ના ટેન્શનથી ફ્રી થઈ જશો.
BSNLની યાદીમાં 797 રૂપિયાનો રિચાર્જ પ્લાન રહેલો છે. આ પ્લાનમાં તમને 300 દિવસ ની લાંબી વેલીડીટી ઓફર આપવામાં આવી રહી છે. એટલે કે તમારું સિમ કાર્ડ 300 દિવસ સુધી સક્રિય રહેવાનું છે. તેના સિવાય પ્લાનમાં ફ્રી કોલિંગ, ડેટા અને ફ્રી એસએમએસની સુવિધા અપાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, BSNL નો આ રિચાર્જ પ્લાન ગ્રાહકોને સિમ કાર્ડને 300 દિવસ સુધી એક્ટિવ રાખવાની ઓફર કરી રહ્યો છે પરંતુ તેમાં કોલિંગ અને ડેટા બેનિફિટ્સ ની કેટલીક મર્યાદાઓ રહેલી છે. કંપની રિચાર્જ ના પ્રથમ 60 દિવસ માટે કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ ઓફર આપવામાં આવે છે. તેનો અર્થ 60 દિવસ પછી તમારા નંબરની આઉટગોઇંગ સર્વિસ બંધ થઇ જશે. તેમ છતાં ઇનકમિંગ સર્વિસ 300 દિવસ સુધી ચાલુ રહેશે BSNL દ્વારા શરૂઆતી 60 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS આપવામાં આવી રહ્યા છે.
તેની સાથે જણાવી દઈએ કે, ફ્રી કોલિંગની જેમ તમે શરૂઆતના 60 દિવસ માટે દરરોજ 2 GB ડેટા આપવામાં આવે છે. તેનો અર્થ પ્લાનમાં તમને 60 દિવસ માટે કુલ 120 GB ડેટા પ્રાપ્ત થાય છે. દૈનિક ડેટા લિમિટ સમાપ્ત થયા બાદ તમને પ્લાનમાં 40Kbps ઇન્ટરનેટ સ્પીડ પ્રાપ્ત થશે.