BSNL તેના યુઝર્સ માટે ઘણા લાંબા વેલીડીટી પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે. સરકારી ટેલિકોમ કંપની પાસે 26 દિવસથી લઈને 395 દિવસની વેલિડિટી સાથે નિયમિત રિચાર્જ પ્લાન રહેલા છે, જેમાં યુઝર્સને અમર્યાદિત કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ, ડેટા અને વેલ્યુ એડેડ સેવાઓનો લાભ પ્રાપ્ત થાય છે. ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા તેના સસ્તા રિચાર્જ પ્લાન ને લીધે છેલ્લા બે મહિનામાં 55 લાખથી વધુ નવા યૂઝર્સ ઉમેરવામાં આવ્યા છે અને ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone-Ideaના યુઝર બેઝમાં ઘટાડો પણ થઈ રહ્યો છે.
BSNL પાસે 300 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન રહેલો છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કોંલિંગ, ડેટા અને ફ્રી SMS નો લાભ મળી રહ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડનો આ રિચાર્જ પ્લાન 797 રૂપિયાનો પ્લાન રહેલો છે. આ પ્લાનમાં શરૂઆત 60 દિવસ માટે સંપૂર્ણ દેશમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને નેશનલ રોમિંગ નો લાભ પ્રાપ્ત થશે.
તમને જણાવી દઈએ કે, આ પ્રીપેડ રિચાર્જ પ્લાન માં યુઝર્સને શરૂઆતના 60 દિવસ સુધી દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા નો લાભ મળશે. ત્યાર બાદ 40kbps ની સ્પીડથી અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા નો લાભ પ્રાપ્ત થતો રહેશે. તેની સાથે આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને પહેલા 60 દિવસ સુધી દરરોજ 100 ફ્રી SMSનો લાભ મળતો રહેશે. જો તમે BSNL નંબરનો સેકન્ડરી સિમ કાર્ડ તરીકે ઉપયોગ કરો છો તો આ પ્લાન તમારા માટે બેસ્ટ રહેવાનો છે.
BSNL 4G લોન્ચ ની કરી તૈયારી
BSNL સાથે જોડાયેલા અન્ય સમાચારો ની વાત કરીએ તો સરકારી ટેલિકોમ કંપની કોમર્શિયલ 4G સર્વિસ લોન્ચ કરવાની તૈયારી માં રહેલ છે. કંપની દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું છે કે, 50,000 નવા 4G મોબાઈલ ટાવર સ્થાપિત કર્યા છે, જેમાંથી 41,000 ટાવર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. કંપની દ્વારા 5000 મોબાઈલ ટાવર એવી જગ્યા પર લગાવ્યા છે જ્યાં કોઈ ટેલિકોમ ઓપરેટર રહેલ નથી. ભારત સંચાર નિગમ લિમિટેડ યૂઝર્સને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રયાસ કરી રહેલી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, BSNL ની 4G સેવા આવતા વર્ષે જૂનમાં કાર્યરત થઈ જવાની છે. કંપની દ્વારા તેના માટે એક લાખ નવા મોબાઈલ ટાવર લગાવવા નો ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે.