અંબુજા સિમેન્ટસે Bihar ને આપી મોટી ભેંટ, જાણો શું?

Amit Darji

અદાણી ગ્રૂપનો એક ભાગ ગણાતી અંબુજાએ જણાવ્યું છે કે, તે Bihar ના નવાદાના વારિસલીગંજમાં 6 MTPA ક્ષમતા સાથે સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ સ્થાપવા જઈ રહી છે. આ માટે કંપની રાજ્યમાં કુલ રૂ. 1600 કરોડનું રોકાણ કરશે. જો કે ખાસ વાત એ છે કે, આ કંપનીનું બિહારમાં પહેલું રોકાણ હશે. આ સમગ્ર પ્રોજેક્ટને ત્રણ તબક્કામાં અમલમાં મૂકવાનું આયોજન છે. પ્રથમ તબક્કો 2.4 MTPAનો હશે, જેમાં તેને રૂ. 1100 કરોડના રોકાણ સાથે

ડિસેમ્બર 2025 સુધીમાં કાર્યરત કરવાની યોજના છે

કંપનીએ એ પણ જણાવ્યું છે કે, ભવિષ્યમાં વધુ વિસ્તરણ માટે પૂરતી જમીનની જોગવાઈ કરવામાં આવી છે. અને તે બહુ જ ઓછા મૂડી ખર્ચ સાથે સમયસર કાર્યરત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બિહારના નવાદા જિલ્લાના વારિસલીગંજ તહસીલના મોસામા ગામમાં શરૂ કરવામાં આવી રહ્યો છે, જે રેલ્વે અને રોડ બંને દ્વારા સારી રીતે જોડાયેલ છે.

સીએમ નીતિશ કુમારે કર્યો BIADA નો શિલાન્યાસબિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બિહાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે BIADA નો શિલાન્યાસ કરતી વખતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલા રોકાણ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ નું રોકાણ એ વિકાસ પ્રત્યે ની તેમની સરકારની પ્રતિબદ્ધતાનું એક પ્રમાણ છે. આવનાર દિવસોમાં રાજ્યની જનતાને શાનદાર વિકાસ જોવા મળશે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર પ્રણવ અદાણી

મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે બંને ડેપ્યુટી સીએમ પણ રહ્યા હાજર બિહાર ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા પણ હાજર રહ્યા હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું છે કે, આ રોકાણ રાજ્ય અને કંપની બંને માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના ભારને કારણે સિમેન્ટ ઉદ્યોગમાં ઘણો વિકાસ થયો છે. એવામાં અંબુજા સિમેન્ટ્સ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે લગાતાર કામ કરતી રહેશે.

Share This Article
Leave a comment