કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવારના 18 ઓગસ્ટના આજે ગુજરાતની મુલાકાતે આવેલ છે.. આ દરમિયાન તેમના દ્વારા પડોશી દેશોના હિંદુ ઈમિગ્રન્ટ્સને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ 188 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. આ સમારોહ બોડકદેવમાં આવેલા પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાશે.
તમને જણાવી દઈએ કે, 188 લોકોમાં 28 વર્ષ અગાઉ પાકિસ્તાનથી આવેલા અને Surendranagar ના મુળી તાલુકાના સાડલા ગામમાં રહેનાર એક જ પરિવારના 22 હિંદુ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. 28 વર્ષ અગાઉ આ હિંદુ પરિવાર પાકિસ્તાનથી બોર્ડર ક્રોસ કરી અને ગુજરાતમાં આવેલો હતો. તેની સાથે આ પરિવારના લોકો મુળી તાલુકાના સડલા ગામે આવી વસવાટ કરી રહ્યા હતા.
નોંધનીય છે કે, આ અગાઉ 22 હિંદુ લોકોને CAA કાયદા હેઠળ ભારતની નાગરિકતા પ્રાપ્ત થશે. અત્યાર સુધી નાગરિકતા ન હોવાના લીધે આ લોકોને કોઈપણ પ્રકારનો લાભ મળી રહ્યો નહોતો અને મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા હતા.
ત્યાર બાદ આ મામલામાં આ પરિવારની વેદના 6 મહીના અગાઉ એક નામી ચેનલ દ્વારા સરકાર સમક્ષ પહોંચાડવામાં આવી હતી અને સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને જણાવી પાકિસ્તાનથી આવેલા પરિવારને ભારતીય નાગરિકતા મળે તે પ્રકારના પ્રયાસ કરવાનું કહ્યું હતું. અંતે હવે આ 22 લોકોના પરિવારને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થશે તેના લીધે પરિવારજનોમાં આનંદ માહોલ ઉભો થઈ ગયો છે. જ્યારે ભારતની નાગરિકતા પ્રાપ્ત થયા બાદ આ તમામ લોકોના ઓળખ રહેઠાણ ઉંમરના ભારતીય દસ્તાવેજો પ્રાપ્ત થશે. તેના દ્વારા તે વિવિધ સરકારી સહાયનો લાભ પ્રાપ્ત કરી શકશે.