Amy Jackson એ Ed Westwick થી કર્યા લગ્ન, કપલે શેર કરી વેડિંગની તસ્વીરો…

Amit Darji

બોલીવુડથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપણે બધા જાણીએ જ છીએ કે, Amy Jackson અને ‘ગોસિપ ગર્લ’ ના એડ વેસ્ટવિક છેલ્લા થોડા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં રહેલા છે. એવામાં હવે સમાચાર સામે સામે આવ્યા છે કે, બે દિવસ પહેલા જ એડી દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એમી સાથેના લગ્નની જાહેરાત કરવામાં આવી છે. તેના દ્વારા તેની સાથે તેના પરિવાર અને નજીકના લોકો સાથે પાર્ટીની ઝલક પણ શેર કરવામાં આવી છે.

જ્યારે હવે એમી અને એડ બંને દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના લગ્નની તસવીરો શેર કરવામાં આવી છે. બંને દ્વારા એકસાથે તેમના પ્રવાસની શરૂઆતની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન એડ સફેદ અને કાળા સૂટમાં જોવા મળ્યો છે, ત્યારે એમી જેક્સન સફેદ વેડિંગ ડ્રેસમાં સુંદર જોવા મળી રહી હતી.

અભિનેત્રી દ્વારા તેના આ ખાસ દિવસે હળવો મેકઅપ અને હીરાનો હાર પહેરવામાં આવ્યો હતો. તેમના લગ્નની તસ્વીરો શેર કરતા સમયે તેના દ્વારા લખવામાં આવ્યું હતું કે, ‘યાત્રાની શરૂઆત થઈ ગઈ છે.’ તસ્વીર શેર કર્યા બાદ કમેન્ટ સેક્શનમાં ચાહકો દ્વારા બંનેને અભિનંદન પાઠવવાનું શરુ કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ed Westwick (@edwestwick)

રિપોર્ટ્સ મુજબ, એડ વેસ્ટવિક અને Amy Jackson ની મુલાકાત વર્ષ 2022 માં એક ગેમ દરમિયાન થઈ હતી અને તે એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ત્યારથી બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. બંને દ્વારા ઘણી વખત તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેમની વિદેશી રજાઓની ઝલક પણ શેર કરવામાં આવી છે. એડ પણ ગયા વર્ષના મુંબઈ આવ્યો હતો અને અહીં એમીના ચાહકો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

અભિનેત્રી એમી જેક્સન દ્વારા વર્ષ 2010 માં એક્ટિંગની દુનિયામાં પગલું ભરવામાં આવ્યું હતું. તેમણે તમિલ ફિલ્મ ‘મદ્રાસપટ્ટિનમ’ થી ડેબ્યૂ કરવામાં આવ્યું હતું. બોલીવુડમાં તેમને પ્રતિક બબ્બર સાથે ‘એક દીવાના થા’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય અભિનેત્રી રજનીકાંતની ‘રોબોટ 2.0’ માં પણ તે જોવા મળી હતી. મોડલ બનેલી અભિનેત્રી એમી જેક્સને ઘણી તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરવામાં આવ્યું છે. તેના દ્વારા અક્ષય કુમારની ‘સિંઘ ઈઝ બ્લિંગ’ અને ‘ફ્રીકી અલી’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરવામાં આવ્યું છે.

Share This Article
Leave a comment