BSNL – JIO ના બંનેના વાર્ષિક પ્લાન, પરંતુ કિંમતમાં ઘણું મોટું અંતર

Amit Darji

ટેલિકોમ સેક્ટર ની ખાનગી કંપનીઓ દ્વારા તાજેતરમાં જ તેમના રિચાર્જ પ્લાન ની કિંમતોમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. મોંઘા રિચાર્જ પ્લાનથી હેરાન લાખો મોબાઈલ યુઝર્સે સરકારી ટેલિકોમ કંપની BSNL ના કાર્ડની ખરીદી કરી રહ્યા છે. રિચાર્જ પ્લાન પર વધુ ખર્ચાળ બનવા ના લીધે યુઝર્સ સતત સસ્તા પ્લાન ની શોધમાં રહેલા છે. એવામાં અમે BSNL ના એક પ્લાન ને લઈને આવ્યા છીએ.

પોતાના યુઝર બેઝને વધતા જોઈને BSNL ગ્રાહકો માટે સતત નવા પ્લાન શેર કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, દેશની નંબર વન ટેલિકોમ કંપની Reliance Jio પાસે તેના યુઝર્સ માટે ઘણા અલગ-અલગ પ્રકારના પ્લાન ઉપલબ્ધ રહેલા છે. આજે અમે તમને Jio અને BSNL ના એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને એકસરખી વેલિડિટી પ્રાપ્ત થાય છે પરંતુ બંનેની કિંમતમાં ઘણો ફેરફાર રહેલો છે.

Jio નો 365 દિવસ નો પ્લાન

જિયો દ્વારા જુલાઈ મહિનામાં તેનો રિચાર્જ પોર્ટફોલિયો અપગ્રેડ કરવામાં આવ્યો હતો. હવે કંપની પાસે તેના ગ્રાહકો માટે 2 વાર્ષિક પ્લાન રહેલા છે. Jio પાસે 3599 રૂપિયાનો સસ્તો વાર્ષિક પ્લાન રહેલો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી સાથે કુલ 912.5GB ડેટા પ્રાપ્ત થઈ રહ્યો છે. તમને દરરોજ 2.5GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. તેમાં તમને દરરોજ 100 ફ્રી SMS પ્રાપ્ત થશે. તેમાં તમને Jio TV, Jio Cinema અને Jio Cloud નું ફ્રી સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું છે.

 

BSNL નો 365 દિવસ નો રિચાર્જ પ્લાન

તમને જણાવી દઈએ કે, BSNL પાસે તેના ગ્રાહકો માટે ઘણા વાર્ષિક પ્લાન ના વિકલ્પો રહેલા છે. Jio પાસે પણ આવા ઘણા વિકલ્પો રહેલા છે જેમાં તમને 365 દિવસથી વધુ ની વેલિડિટી પ્રાપ્ત થાય છે. જ્યારે Jio તેના ગ્રાહકોને 3599 રૂપિયામાં વાર્ષિક વેલીડીટી આપે છે જયારે BSNL પોતાના યુઝર્સને માત્ર 1999 રૂપિયામાં વેલીડીટી આપે છે. BSNL 1999 રૂપિયાના પ્લાનમાં તમને કુલ 600 GB ડેટા પ્રાપ્ત થાય છે. તેની સાથે જિયોની જેમ તમને દરરોજ 100 ફ્રી SMS પણ પ્રાપ્ત થાય છે.

Share This Article
Leave a comment