બાંગ્લાદેશના પૂર્વ પીએમ Sheikh Hasina વિરુદ્ધ વધુ એક કેસ નોંધાયો, જાણો શું છે મામલો?

Amit Darji

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina સામે નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હિંસક અથડામણ દરમિયાન હસીનાની સાથે અન્ય 58 લોકો પર એક વિદ્યાર્થીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસ 22 વર્ષીય ફહીમ ફૈઝલ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ફૈસલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 4 ઓગસ્ટના દિનાજપુર માં એક બિન-સરકારી પ્રદર્શન દરમિયાન તેને ગોળી વાગી હતી, જેમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેની સાથે હસીના સામે અત્યાર સુધીમાં 155 કેસ નોંધવામાં આવ્યા છે જેમાં હત્યાના 136 કેસ અને માનવતા અને નરસંહારના સાત કેસનો સમાવેશ થાય છે. તેના સિવાય અપહરણના ત્રણ કેસ, હત્યાના પ્રયાસ ના આઠ અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સરઘસ પર હુમલાનો એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

કેસ મુજબ, પ્રદર્શનકારીઓ પર હથિયારો થી હુમલો કરવામાં આવ્યો હતો, તેના લીધે ફૈઝલને ઘણી ઈજાઓ પહોંચી થઈ હતી. દિનાજપુર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલમાં તે સ્વસ્થ છે. શેખ હસીના સિવાય પૂર્વ દંડક ઈકબાલુર રહીમ અને દિનાજપુર સદર ઉપજિલા પ્રમુખ ઈમદાદ સરકાર સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગયા મહિને 5 ઓગસ્ટના રોજ શેખ હસીના દ્વારા વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું અને તે ભારત આવી ગયા હતા.

બાંગ્લાદેશ ને વર્ષ 1971 માં આઝાદી પ્રાપ્ત થઈ હતી. બાંગ્લાદેશમાં આઝાદી બાદથી આરક્ષણ પ્રથા અમલમાં મુકવામાં આવી હતી. આ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકો માટે 30 ટકા, દેશના પછાત જિલ્લાના યુવાનો માટે 10 ટકા, મહિલાઓ માટે 10 ટકા, લઘુમતીઓ માટે 5 ટકા અને દિવ્યાંગો માટે એક ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. આ રીતે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં 56 ટકા આરક્ષણ રહેલું હતું. વર્ષ 2018 માં બાંગ્લાદેશના યુવાનો દ્વારા આ આરક્ષણ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘણા મહિનાઓ ના વિરોધ બાદ બાંગ્લાદેશ સરકાર દ્વારા આરક્ષણ સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગયા મહિને 5 જૂનના રોજ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે દેશમાં જૂની આરક્ષણની જૂની પ્રણાલીને ફરીથી લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. શેખ હસીના સરકાર દ્વારા પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અપીલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ આદેશને યથાવત રાખવામાં આવ્યો હતો. તેનાથી વિદ્યાર્થીઓ નારાજ થયા અને તેમના દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ ની યુનિવર્સિટીઓ થી શરૂ થયેલો આ વિરોધ હવે હિંસામાં ફેરવાઈ ગયેલ છે.

Share This Article
Leave a comment