હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર Anurag Kashyap થોડા જ સમયમાં એક નવી વેબ સિરીઝમાં જોવા મળવાના છે. કથિત રીતે તે આ શોમાં સંગીતકાર-અભિનેતા જીવી પ્રકાશ કુમાર સાથે કામ કરવાના હોવાનું સામે આવ્યું છે. તાજેતરના સમાચાર મુજબ બંને કલાકારો આ આઠ એપિસોડની થ્રિલર સીરીઝમાં કામ કરવા માટે તૈયાર થઈ ગયા છે. નિર્દેશક અને અભિનેતા તરીકે જીવી પ્રકાશ પ્રથમ વખત અનુરાગ સાથે કોઈ પ્રોજેક્ટ પર કામ કરવાના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને ડિસેમ્બર 2023 થી આ પ્રોજેક્ટ પર ચર્ચા કરી રહ્યા છે અને હવે તે અંતે આ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીઓમાં જોડાઈ ગયા છે.
જીવી પ્રકાશની અખિલ ભારતીય ફિલ્મ ‘કિંગ્સ્ટન’ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં, આશા વ્યક્ત કરવામાં આવી છે કે, આ વેબ સિરીઝની જાહેરાત ફિલ્મ રિલીઝ થયા બાદ કરવામાં આવી શકે છે. Anurag Kashyap અને જીવી પ્રકાશ પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે.
તમને જણાવી દઈએ કે, ‘ગેંગ્સ ઓફ વાસેપુર 1’ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર 2’ માટે બેકગ્રાઉન્ડ સ્કોર જી વી પ્રકાશે જ તૈયાર કરી હતી. તેના સિવાય તેમને ‘અગ્લી’ નું સાઉન્ડટ્રેક પણ કમ્પોઝ કર્યું હતું. તાજેતરમાં તેમની આગામી વેબ સિરીઝ કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો જી વી પ્રકાશ છેલ્લી વખત ઐશ્વર્યા રાજેશ સાથે ‘ડિયર’ માં જોવા મળ્યા હતા. તેમનું નિર્દેશન આનંદ રવિચંદ્રન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમને પાસે ‘ઇદીમુઝક્કમ’ અને ’13’ સહિત અનેક આગામી પ્રોજેક્ટ્સ રહેલા છે. તેમણે ચિયાન વિક્રમની ‘થંગલન’ નું સંગીત પણ આપેલ છે. આ ફિલ્મ 15 મી ઓગસ્ટના રિલીઝ થવાની છે. તેના સિવાય તેમણે ‘લકી બસખર’, ‘રોબિન હૂડ’, ‘અમરન’, ‘નિલવુક્કુ એન મેલ એન્નાડી કોબામ’, ‘વનંગન’ અને ‘વીરા ધીરા સોરા’ માટે પણ સંગીત આપેલ છે. જ્યારે અનુરાગ કશ્યપ તાજેતરમાં જ ફિલ્મ ‘મહારાજા’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમનો અભિનય ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.