શું તમે પણ છો ચા પીવાના શોખીન? તો જાણો તેના ફાયદા…

Amit Darji

જો કે, સવારની ચા માણસને તાજા કરી નાખે છે. પરંતુ શું તમે એ જાણો છો કે ચાના ઘણા ફાયદા છે તો ઘણા નુકશાન પણ છે. જેમ કે, જરૂરતથી વધારે ચા પીવી  એ આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

પરંતુ ઘણા નિષ્ણાતો એવું માને છે કે,  ચા પીવાથી તમારી ત્વચાને કોઈ નુકસાન થતું નથી. પરંતુ ચા પીવાથી તમારી સુંદરતા વધે છે અને તમારી ત્વચાનો રંગ પણ કાળો થતો નથી. ચા એક એવું પીણું છે, જે આપણી ત્વચાને પ્રવાહીતા આપે છે. જેનાથી આપણા  શરીરમાં ભેજ જળવાઈ રહે છે, જે તંદુરસ્ત ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે ઉનાળામાં તે સૌથી વધુ ફાયદાકારક છે કારણ કે ત્યારે આપણી ત્વચાને સૌથી વધારે પાણીની જરૂર પડે છે.

જો કે, આદુવાળી ચા પીવાના ફાયદા પણ બહુ જ ઓછા લોકો જાણે છે. આદુમાં ભરપૂર માત્રામા એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત આદુ પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે અને શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરે છે. એટલુ જ નહી, પરંતુ શરીરના દરેક અંગો ને આદુવાળી ચા પીવાથી કોઈને કોઈ ફાયદા મળે જ છે.

ચા પીવાના ફાયદા
જો કે, ચામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. એન્ટિઓક્સિડન્ટ્સ આપણા શરીરમાં ફ્રી રેડિકલ ની અસર ઘટાડે છે. ચા સહિત એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર ખોરાક અને પીણું ખાવાથી શરીરને ફાયદો થાય છે. ચા પીવાથી હૃદય રોગ, કેન્સર અને વૃદ્ધત્વની સમસ્યાઓનું જોખમ પણ ઘણી હદ સુધી ઘટી જાય છે.

આદુવાળી ચા માં પણ એન્ટી ઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં હોય છે જે એન્ટી એજિંગ રોકે છે અને તમારી ત્વચા પર થતી કરચલીઓ પણ દૂર કરે છે. જો કે, મોટાભાગના લોકોને ઉંમર વધવાની સાથે ચામડી લચી પડે છે, જો તમે પણ આવી સમસ્યાથી પીડાતા હો તો તમારે પણ આદુવાળી ચા પીવાનું શરૂ કરવુ જોઈએ. આદુના સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટીઝ ના કારણે તણાવમાંથી પણ મુક્તિ મળે છે.

ચા પીવાના ગેરફાયદા
ચા પીવાના પણ ઘણા ગેરફાયદા છે. જો તમે દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવો તો એસીડીટીની શિકાયત થઈ શકે છે. તેમાં રહેલ કેફીન થી બ્લડ પ્રેશર પણ વધી શકે છે અને તેને પીવાથી ટેવ લાગી શકે છે. ખાલી પેટ ચા પીવાથી હાઈપર એસિડિટી અને અલ્સર નું જોખમ પણ વધી જાય છે. વધારે ચા પીવાથી હદય રોગ, ડાયાબિટીસ અને વજન વધવાની પણ શકયતા વધુ રહે છે. વધારે પડતી ચા પીવાથી દાંત પર પણ તેની ખરાબ અસર પડે છે.

Share This Article
Leave a comment