લોકસભામાં વિપક્ષના નેતા Rahul Gandhi ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તે મંગળવારના એટલે ૨૦ ઓગસ્ટના રોજ આજે પિચવારિયા ગામમાં હત્યા કરાયેલા અનુસૂચિત જાતિના યુવક અર્જુન પાસીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના દ્વારા મદદની ખાતરી આપવામાં આવી હતી. તે દરમિયાન તેમના દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું કે, અહીં હાજર તમામ લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે કેમ કે એક દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર પરિવારને ધમકાવવામાં આવ્યો છે, એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે પરંતુ અહીં કોઈ કરવામાં આવી નથી. અહીંના એસપી માસ્ટર માઈન્ડ સામે કાર્યવાહી કરી રહ્યા નથી, પરંતુ નાના લોકોની ધરપકડ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. હું ઈચ્છું છું કે, ઉત્તર પ્રદેશમાં દરેક વર્ગને સન્માન પ્રાપ્ત થવું જોઈએ અને દરેકને ન્યાય પ્રાપ્ત થવો જોઈએ. જ્યાં સુધી આ પરિવારને ન્યાય મળશે નહીં ત્યાં સુધી અમે પાછળ હટીશું નહીં.
Rahul Gandhi પીડિતના પરિવારજનોને મળ્યા
આ અગાઉ મંગળવારના કોંગ્રેસના નેતા અને રાયબરેલીના સાંસદ Rahul Gandhi પીડિતના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા. બપોરના સમયે તે ઈન્દિરા ગાંધી નેશનલ ફ્લાઈંગ એકેડમી ફુરસતગંજ પોતાના સ્પેશિયલ વિમાનથી અમેઠી ખાતે ઉતર્યા હતા. જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ અમેઠીના સાંસદ કિશોરી લાલ શર્મા સહિત અન્ય નેતાઓ સાથે રાયબરેલીના નસીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પિછવરિયા ગામ જવા માટે રવાના થયા હતા.
વાસ્તવમાં પિછવારિયા ગામના રહેવાસી અર્જુન પાસીની તાજેતરમાં જ હત્યા કરાઈ હતી. આ મામલામાં તે તેના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય, બારાબંકીના સાંસદ તનુજ પુનિયા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી, મોના તિવારી, અમેઠી જિલ્લા અધ્યક્ષ પ્રદીપ સિંઘલ અને અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.