Asha Parekh ને ‘રાજ કપૂર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ થી સન્માનિત કરાશે, અભિનેત્રીને મળશે આટલી રકમ

Amit Darji

મહારાષ્ટ્ર સરકાર દ્વારા Asha Parekh ને ‘રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવશે હોવાના સમાચાર સામે આવ્યા છે. આ કાર્યક્રમ 21 મી ઓગસ્ટના રોજ સાંજના મુંબઈના વરલીમાં આવેલ NSCI ડોમ આયોજીત થશે.

તમને જણાવી દઈએ કે, આશા પારેખ દ્વારા કટી પતંગ, તીસરી મંઝિલ અને કારવાં જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં Asha Parekh દ્વારા શાનદાર અભિનય કરવામાં છે. એવામાં આશા પારેખને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવશે. તેના સિવાય રાજ્ય સરકાર ટીવી શો CID માં ACP પ્રદ્યુમનની ભૂમિકા માટે પ્રખ્યાત અભિનેતા શિવાજી સાટમને પણ ‘ચિત્રપતિ વી શાંતારામ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ થી નવાજવામાં આવશે.

માહિતી મુજબ, એવોર્ડ વિતરણ સમારોહ 21 મી ઓગસ્ટની સાંજના મુંબઈના વરલીમાં આવેલ NSCI ડોમમાં આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સામેલ થશે. આ કાર્યક્રમ વિશે જાણકારી આપતાં એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઝાબ અને અંકુશ જેવી ફિલ્મો બનાવનારા નિર્દેશક એન ચંદ્રાને આ કાર્યક્રમમાં ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ’ આપવામાં આવશે. જ્યારે લેખક-નિર્દેશક દિગપાલ લાંજેકરને ‘ચિત્રપતિ વી શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ સન્માનિત કરાશે.

દિગપાલ લાંજેકરે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર ઘણી ફિલ્મોનું નિર્દેશન કરવામાં આવ્યું છે, જેમાં પવનખંડ અને ફત્તેશિકસ્ત જેવી ફિલ્મો સામેલ છે. આશા પારેખ અને શિવાજી સાટમને આપવામાં આવેલા પુરસ્કારોમાં દરેકને 10 લાખ રૂપિયાની રોકડ રકમ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિન્હ સામેલ છે. જ્યારે એન ચંદ્રા અને લાંજેકરને 6-6 લાખ રૂપિયા, પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવશે.

મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે આ વિશેમાં જણાવ્યું છે કે, “માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર દેશની કલા અને સંસ્કૃતિને સમૃદ્ધ કરવામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે આ કલાકારો અને ફિલ્મ હસ્તીઓનું સન્માન કરતા અમે રોમાંચીત છીએ.”

 

TAGGED:
Share This Article
Leave a comment