Assam ના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિએ પૂર્વોત્તર રાજ્યો ની ચિંતામાં વધારો કર્યો છે. બાંગ્લાદેશ હવે ફરીથી આતંકવાદીઓનું હબ બને તેવી શક્યતા છે અને તેઓ આ રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ અમે આશા રાખીએ છીએ કે, કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વોત્તર રાજ્યો ની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવે. બાંગ્લાદેશ ની નવી સરકાર સાથે પણ વાતચીત કરવામાં આવશે.
દેરગાંવમાં એક કાર્યક્રમ દરમિયાન આસામના સીએમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશમાં વર્તમાન ઘટનાક્રમે ચિંતા વધારીદીધી છે. જો સમસ્યા ચાલુ રહેશે તો અમને ભય છે કે આસામ પણ તેનાથી પ્રભાવીત થઈ શકે છે. ભારત-બાંગ્લાદેશ સરહદ સુરક્ષિત હોવી જોઈએ, કારણ કે ત્યાંના લોકો સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે આસામમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી શકે છે. તેમણે જણાવ્યું છે કે, શેખ હસીનાના શાસન દરમિયાન આતંકવાદીઓને બાંગ્લાદેશ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું. મને વિશ્વાસ છે કે, બાંગ્લાદેશની નવી સરકાર પણ ભારત સાથે સહયોગ આપવાનું ચાલુ રાખશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની માં પૂર્વોત્તર રાજ્યો ની ચિંતાઓને દૂર કરાશે અને બાંગ્લાદેશ ને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થાન બનવા દેવામાં આવશે નહીં. મુખ્યમંત્રી દ્વારા આ અગાઉ એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી કે, આ વર્તમાન પરિસ્થિતિમાં હું બાંગ્લાદેશ સરહદ સુરક્ષાને લઈને આસામના ભવિષ્ય 2041 ના વિશે માં વિચારું છું. તેમણે જણાવ્યું કે, હું વર્તમાનમાં આગળ વધવા માટે શક્તિ અને ધીરજ માટે પ્રાર્થના કરું છું. તેની સાથે આપણે એક ઉજ્જવળ આવતીકાલનો પાયો નાખીશું અને આપણી સંસ્કૃતિ અને ધર્મનું રક્ષણ કરીશું.
તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનમાં મૃત્યુઆંક 400 ને પાર થઈ ગયો છે. સેના દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ ને વચગાળાની સરકાર ના કાર્યવાહક તરીકે નિમણુક કરવામાં આવ્યા છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં લાખો યુવાનોને સરકારી નોકરી પ્રાપ્ત થઈ છે અને ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. દેરગાંવમાં આસામ ફોરેસ્ટ ગાર્ડ ફોર્સની પાસિંગ આઉટ પરેડ માં બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર ભરતી પ્રક્રિયા ન્યાયી અને પારદર્શક રહેલી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ સરકાર દરમિયાન મોટી શૈક્ષણિક અને ગુણાત્મક પેઢી સરકારી નોકરીઓ થી વંચિત રહેલી હતી. 2001-2004 ના વિશ્લેષણ બાદ મેં જોયું છે કે, આસામ પોલીસમાં 30-35 ટકા ભરતી ચોક્કસ સમુદાયમાંથી કરવામાં આવે] છે. ત્યાર બાદ આસામ સરકાર પોલીસ અને વન રક્ષક દળોમાં ભરતીમાં દરેક સમુદાય, ધર્મ અને જાતિના લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.