આસામ TMC પ્રમુખ રિપુન બોરાએ પાર્ટી છોડતા આપ્યું મોટું નિવેદન

Amit Darji

આસામ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રમુખ રિપુન બોરા દ્વારા રવિવારના પાર્ટીમાંથી રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. તેમના દ્વારા દાવો કર્યો હતો કે, પૂર્વોત્તર રાજ્ય ના લોકો ટીએમસીને પશ્ચિમ બંગાળની ‘પ્રાદેશિક પાર્ટી’ માને છે અને તેને પોતાના માનવા માટે તૈયાર નથી. રિપુન બોરા એ ટીએમસીના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી ને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેમણે પાર્ટીના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આસામમાં ટીએમસીને સ્વીકાર્ય બનાવવા માટે ઘણા સૂચનો આપ્યા હતા, પરંતુ તે સૂચનો અમલમાં મુકવામાં આવ્યા નહોતા.

રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય રિપુન બોરા દ્વારા તેમના રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે, ‘આસામ ટીએમસીમાં ઘણી સંભાવનાઓ છે, પરંતુ વિવિધ મુદ્દાઓએ અમારી પ્રગતિમાં અવરોધ ઉભા કર્યા છે, જેમાં ટીએમસીને પશ્ચિમ બંગાળની પ્રાદેશિક પાર્ટી તરીકે જોવું પણ સામેલ છે. અમે આ ધારણાનો સામનો કરવા માટે ઘણા સૂચનો કરેલા છે. બોરા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ટીએમસીને રાષ્ટ્રીય સ્તરે એક આસામી નેતાની જરૂરીયાત છે. તેના સિવાય કોલકાતાના ટોલીગંજમાં ભારત રત્ન ડો. ભૂપેન હજારિકાના નિવાસસ્થાનને હેરિટેજ સ્થળ તરીકે જાહેર કરવા અને કૂચ બિહાર ના માધુપુરને સાંસ્કૃતિક કેન્દ્ર માં રૂપાંતરિત કરવા માટે સૂચન આપ્યું હતું.

આસામના પૂર્વ મંત્રી અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બોરા એ અભિષેક બેનર્જી દ્વારા લખવામાં આવેલ પત્રમાં જણાવ્યું છે કે, ‘છેલ્લા દોઢ વર્ષમાં આ ચિંતાઓને દૂર કરવા માટે તમારી સાથે અને પાર્ટી પ્રમુખ મમતા દીધીથી મળવાનો સમય લેવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ હું અસફળ રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ બે વર્ષથી વધુ સમયથી આસામ ટીએમસીના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન તેમણે રાજ્યભરના લોકો સાથે વ્યાપક રીતે વાતચીત પણ કરી રહ્યા છે. દુર્ગ્ભાગ્ય પૂર્ણ ઉપર જણાવેલ મુદ્દાઓને લીધે આસામમાં ઘણા લોકો હજુ પણ ટીએમસીને પશ્ચિમ બંગાળની પ્રાદેશિક પાર્ટી તરીકે જોવે છે. આસામના લોકો એવા પક્ષને સ્વીકારવા તૈયાર રહેલ નથી કે, જેને તેઓ બીજા રાજ્યની માને છે. બોરા દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે એ, “આ પડકારો અને યોગ્ય ઉકેલોના અભાવને ધ્યાનમાં રાખીને, હું સખત નિર્ણય લેવા માટે મજબૂર અનુભવી રહ્યો છું અને મારી જાતને ટીએમસીથી અલગ કરવાનો નિર્ણય લીધેલ છે,”

Share This Article
Leave a comment