વિધાનસભા ચૂંટણી 2024 : જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં અને Haryana માં એક તબક્કામાં યોજાશે ચૂંટણી

Amit Darji

જમ્મુ કાશ્મીર અને Haryana માં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત કરી છે. જ્યારે હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન થશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું છે કે,જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. જ્યારે મતગણતરી 4 ઓક્ટોબરે થશે. એ જ રીતે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 1 ઓક્ટોબરે થશે અને મતગણતરી 4 ઓક્ટોબરે થશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો તસવીર બદલવા માંગે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ હિંસા નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે, મતદાર યાદી 20 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, લોકોએ ચૂંટણી માટે ઉત્સાહ દર્શાવ્યો છે.

જો કે, ચૂંટણી પંચ 30 સપ્ટેમ્બર પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાનું હતું. આ સમય મર્યાદા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવી હતી. પરંતુ પંચે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી અને ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી.

દસ વર્ષ પછી થશે ચુંટણી

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વખત 2014માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ રીતે જોવામાં આવે તો જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ પછી ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્ષ 2014માં વિધાનસભાની 87 બેઠકો માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ને 28 બેઠકો મળી હતી.

તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી બીજા સ્થાને હતી, જેણે 25 બેઠકો જીતી હતી. 2014ની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. કોઈ પક્ષને બહુમતી મળી નહોતી. જે બાદ પીડીપી અને ભાજપે સંયુક્ત સરકાર બનાવી હતી.

Share This Article
Leave a comment