બનાસકાંઠાના થરાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય Shankarbhai Chaudhary દ્વારા ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા આપ્યું મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા કોન્ટ્રાકટરોને ચેતવણી આપવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, કામમાં કચાશ રાખશો તો તમે સીધા ઘર ભેગા થઈ જશો. તેની સાથે તેમને તે પણ કહ્યું કે, કોઈ રૂપિયા માંગે તો મને કહેજો બાકી કામમાં કોમ્પ્રોમાઇઝ હશે તો બ્લેક લિસ્ટ માં ચાલ્યા જશો.
પ્રાપ્ત માહિતી મુજબ, થરાદમાં વિકાસના કામો ના ખાતમુહૂર્ત દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કોન્ટ્રાકટરોને ચેતવણી આપતા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોઈ રૂપિયા પણ માંગે તો મને જણાવી દેજો બાકી કામમાં કોમ્પ્રોમાઇઝ હશે તો બ્લેક લિસ્ટ માં ચાલ્યા જશો. અહીં તમારી પાસેથી એક રૂપિયો માંગે તો મને જણાવી દેજો પરંતુ જો કામ માં લાપરવાહી કરશો તો સીધા બ્લેક લિસ્ટ માં ચાલ્યા જશો. તમારું કંઈ પણ થઈ શકશે નહીં. આ કામ આટલેથી અટકતુ નથી. હજી પણ ઘણા આપણે કરવાના છે.
તેમના દ્વારા આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા ની વાત કરવામાં આવી હતી. તેમના દ્વારા કટકીબાજ કોન્ટ્રાક્ટરોને ચેતવવામાં આવ્યા હતા. તેની સાથે જ તેમના દ્વારા કોન્ટ્રાક્ટરોને કહેવામાં આવ્યું હતું કે, કામમાં કચાશ રાખશો તો સીધા ઘરભેગા થઈ જશો. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઇ રૂપિયા માંગે તો મને જણાવજો પરંતુ જો કામ માં લાપરવાહી દાખવશો તો બ્લેક લીસ્ટમાં ચાલ્યા જશો.