Australia એ ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે કરી ટીમની જાહેરાત, આ 13 ખેલાડીઓને મળ્યું સ્થાન

Amit Darji

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમાવવાની છે. તેના પર સમગ્ર દુનિયાની નજર પર રહેલી છે. એવામાં હવે Australia દ્વારા પ્રથમ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં કુલ 13 ખેલાડીઓને એન્ટ્રી આપવામાં આવેલ છે અને પેટ કમિન્સ ને કેપ્ટનશિપ ની જવાબદારી આપવામાં આવી છે. ઇન્ડિયા A સામે પોતાની બેટિંગ થી પ્રભાવિત કરનાર નાથન મેકસ્વિની ને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉસ્માન ખ્વાજા સાથે ઓપનિંગ કરે તેવી શક્યતા છે. ડેવિડ વોર્નરની નિવૃત્તિ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને કાયમી ઓપનર હજુ સુધી મળી શક્યો નથી.

ચાર ઝડપી બોલરોને મળી તક

ઓસ્ટ્રેલિયાની પીચો હંમેશા ઝડપી બોલરોને પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા દ્વારા શાનદાર પ્લાનિંગ સાથે ચાર ફાસ્ટ બોલરોને ટીમમાં તક આપવામાં આવી છે. જેમાં પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ, મિશેલ સ્ટાર્ક અને જોસ હેઝલવુડ ને સામેલ કરવામાં આવ્યા છે.

આ ટીમમાં માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડ જેવા અનુભવી બેટ્સમેનોને ટીમમાં તક આપવામાં આવી છે. પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં બે વિકેટકીપર નો પણ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં જોસ ઈંગ્લિશ અને એલેક્સ કેરી રહેલ છે. પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપિંગ ની જવાબદારી એલેક્સ કેરી ને સોંપવામાં આવે તેવી શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નાથન મેકસ્વીની દ્વારા ઘરેલું ક્રિકેટમાં મજબૂત રેકોર્ડ સાથે સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાઉથ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયા A માટે તેનું પ્રદર્શન તેની તરફેણમાં રહ્યું છે અને અમારા મતને સમર્થન આપે છે કે, તે ટેસ્ટ સ્તર પર તક આપવા માટે તૈયાર રહેલ છે. જોશ શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને પોતાની પ્રથમ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર રહેલ છે.

પ્રથમ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમ : પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ માટેની ટીમ

પ્રથમ ટેસ્ટ : 22-26 નવેમ્બર : પર્થ

બીજી ટેસ્ટ : 6-10 ડિસેમ્બર : એડિલેડ

ત્રીજી ટેસ્ટ : 14-18 ડિસેમ્બર : બ્રિસ્બેન

ચોથી ટેસ્ટ : 26-30 ડિસેમ્બર : મેલબોર્ન

પાંચમી ટેસ્ટ : 3-7 જાન્યુઆરી : સિડની

 

Share This Article
Leave a comment