ભારતના પાડોશી દેશ Bangladesh માં હિંસા બંધ થઈ ગઈ હોવા છતાં હજુ બંધુ બરાબર થયું નથી. હસીના સરકારના પતન બાદ સમગ્ર બાંગ્લાદેશમાં હિંદુઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિંદુઓ માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોને હવે તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડાઈ રહી છે. હિંસા વધવાના લીધે શેખ હસીના દ્વારા પીએમ પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ ઓછામાં ઓછા 49 લઘુમતી શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે. એટલું જ નહીં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઘણા શિક્ષકો પર પણ હુમલો કરાયો છે.
ગ્લાદેશ હિંદુ બૌદ્ધ ક્રિશ્ચિયન ઓક્યા પરિષદની એક વિદ્યાર્થી શાખા દ્વારા આ બાબતમાં જાણકારી આપવામાં આવી હતી. બાંગ્લાદેશ છાત્ર ઓક્યા પરિષદના સંયોજક સાજીબ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 49 શિક્ષકો પાસેથી બળજબરીથી રાજીનામું લેવામાં આવ્યું હતું. તેમાં તેમાંથી 19 શિક્ષકોને પછીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.
સાજીબ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શેખ હસીનાના પદ છોડ્યા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ ગયેલ છે. લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓને હુમલાઓ, લૂંટફાટ, મહિલાઓ પર હુમલા, મંદિરોમાં તોડફોડ, ઘરો અને વ્યવસાયોને આગચંપી અને હત્યાનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 18 ઓગસ્ટના રોજ લગભગ 50 વિદ્યાર્થીઓ દ્વારા અઝીમપુર ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલ એન્ડ કોલેજમાં પ્રિન્સિપાલ બરુઆના કાર્યલયમાં ઘુસી આવ્યા આવ્યા અને અન્ય બે શિક્ષકોના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આજ જ રીતે કાઝી નઝરુલ યુનિવર્સિટીના પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ સ્ટડીઝ વિભાગના એસોસિયેટ પ્રોફેસર સંજય કુમાર મુખર્જી દ્વારા પણ પોતાનું દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હિંસા બાદ તેમને પણ તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. એસોસિએટ પ્રોફેસર સંજય કુમાર મુખર્જી દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમને કહેવામાં આવ્યું છે કે, તેઓ ખૂબ જ નબળા થઈ ગયા છે અને તેથી તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.