Bangladesh અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સીરીઝનું આયોજન થવાનું છે. બાંગ્લાદેશ દ્વારા આ સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સીરીઝ માટે બાંગ્લાદેશની ટીમમાં ઘણા સિનિયર ખેલાડીઓ હાજર રહેલા નથી. તેના લીધે બાંગ્લાદેશને મોટું નુકસાન પહોંચી શકે છે. બાંગ્લાદેશના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત રહેલા છે. આ સીરીઝની પ્રથમ મેચ 8 મી ડિસેમ્બરના રમાશે. આ સીરીઝમાં કુલ ત્રણ મેચ રમાવાની છે. તેની સાથે ટીમને નવો કેપ્ટન પણ મળી ગયો છે.
Bangladesh એ વનડે સીરીઝ માટે મેહદી હસન મિરાઝ ને કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. આ દરમિયાન ટીમનો નિયમિત કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો ઈજાના લીધે ટીમ થી બહાર રહેલા છે. શાકિબ અલ હસન પણ ટીમનો ભાગ રહેલા નથી. શાકિબ અલ હસન દ્વારા પણ પોતાની ગેરહાજરીનું કારણ આપવામાં આવ્યું છે કે, તે દેશ માટે રમવા માટે માનસિક સ્થિતિમાં રહેલા નથી. તેના લીધે તે ટીમથી બહાર છે. તૌહીદ હૃદયને ફૂટબોલ રમતી પીઠમાં ઈજા પહોંચી હતી, તેના લીધે તે આ સીરીઝમાં પણ બહાર થઈ ગયો છે. મુશ્ફિકુર રહીમ અને મુસ્તાફિઝુર રહેમાન પણ ઈજાઓ અને અંગત કારણોસર પસંદગીમાંથી બહાર રહેલા છે. તેમ છતાં ટીમ માટે રાહતની વાત એ છે કે, નવેમ્બરમાં અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં બહાર થઈ ગયેલા લિટોન દાસ આ સીરીઝ પુનરાગમન કરવાના છે.
શાકિબ અલ હસન દ્વારા સપ્ટેમ્બરમાં ટેસ્ટ અને ટી-20 ક્રિકેટ માંથી નિવૃત્તિ લેવામાં આવી હતી અને અફઘાનિસ્તાન સામે ની છેલ્લી વનડે સિરીઝ પણ રમ્યા નહોતા. તેમ છતાં BCB પ્રમુખ ફારુક અહેમદ દ્વારા કહેવામાં આવ્યું છે કે, શાકિબ અલ હસન જ્યારે પણ તૈયાર હશે ત્યારે તેને ટીમમાં પરત લાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, તે હજુ પણ ટીમ માટે રમી શકશે પરંતુ તેમને માનસિક રીતે તૈયાર રહેવું પડશે, કારણ કે ફ્રેન્ચાઇઝી માટે રમવું અને રાષ્ટ્રીય ટીમ માટે રમવું અલગ વસ્તુઓ રહેલી હોય છે. વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરીઝ આઠ ડિસેમ્બરથી શરૂ થશે અને 12 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. તમામ મેચ સેન્ટ કિટ્સ માં રમવાની છે.
બાંગ્લાદેશ વનડે ટીમ આ મુજબ છે : મેહદી હસન મિરાજ (કેપ્ટન), લીટોન દાસ (વિકેટકીપર), તંજીદ હસન, સૌમ્ય સરકાર, પરવેઝ હુસૈન, મહમુદુલ્લાહ, ઝાકર અલી, અફીફ હુસેન, રિશાદ હુસેન, નસુમ અહેમદ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, શોરીફુલ ઈસ્લામ, તન્ઝીમ હસન, નાહીદ રાણા.