Bangladesh એ પાકિસ્તાનને ટેસ્ટમાં મેચ હરાવી રચ્યો ઈતિહાસ, ૨૩ વર્ષમાં પ્રથમ વખત મેળવી જીત

Amit Darji

રાવલપિંડીમાં રમાયેલી બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં Bangladesh એ પાકિસ્તાનને 10 વિકેટથી હરાવી શાનદાર જીત પ્રાપ્ત કરી છે. બાંગ્લાદેશ દ્વારા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન દ્વારા પ્રથમ ઇનિંગમાં છ વિકેટે 448 રન બનાવીને દાવ ડિકલેર કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં બાંગ્લાદેશ દ્વારા 565 રન બનાવીને 117 રનની લીડ પ્રાપ્ત કરી લેવામાં આવી હતી. બાંગ્લાદેશ દ્વારા બીજી ઇનિંગમાં પાકિસ્તાન ને 146 રનમાં ઓલઆઉટ કરી દેવામાં આવતા 30 રનનો ટાર્ગેટ 10 વિકેટે પ્રાપ્ત કરી લેવામાં આવ્યો હતો. મુશ્ફિકુર રહીમને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. બંને ટીમો વચ્ચે બીજી અને છેલ્લી ટેસ્ટ 30 ઓગસ્ટથી રાવલપિંડીમાં જ રમાવવાની છે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સૌથી પ્રથમ ટેસ્ટ મેચ 29 ઓગસ્ટ 2001 ના રોજ રમાઈ હતી. લગભગ 23 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે બાંગ્લાદેશ દ્વારા પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવવામાં આવ્યું હોય. આ દરમિયાન બંને દેશો વચ્ચે 14 ટેસ્ટ રમાઈ છે અને પાકિસ્તાન દ્વારા 12 ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરવામાં આવી છે. જેમાં એક ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ દ્વારા જીત મેળવવામાં આવી છે અને એક ડ્રો રહી છે. જ્યારે પાકિસ્તાનની ઘરઆંગણે આ બીજી શરમજનક હાર રહેલી છે. ટીમ 4 માર્ચ, 2022 બાદ પોતાના ઘરમાં નવ ટેસ્ટ રમી ચુકી છે અને પાંચ મેચ હારી ચુકી છે. જ્યારે ચાર મેચનું પરિણામ ડ્રો આવ્યું હતું.

તેની સાથે તમને જણાવી દઈએ કે, ટીમને આ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ ડ્રો રમી છે, જ્યારે એક માં હાર મળી હતી. જ્યારે, ઈંગ્લેન્ડે ઘરઆંગણે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં પાકિસ્તાનને 3-0 થી કારમી હાર આપી હતી. ત્યાર બાદ પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની સીરીઝ ડ્રો રહી હતી. હવે પાકિસ્તાનને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે શરમજનક હાર મળી છે. બાંગ્લાદેશમાં અસ્થિરતા બાદ તેમની ક્રિકેટ ટીમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ રહેલો હતો અને તેમાં ટીમ દ્વારા ઈતિહાસ રચવામાં આવ્યો છે. નઝમુલ શાંતિની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કરતા ૧૦ વિકેટથી જીત પ્રાપ્ત કરી પોતાના દેશના લોકોને ખુશી આપી છે. બાંગ્લાદેશની ટીમે પોતાના ઘરથી બહાર માત્ર સાત ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરી છે.

Share This Article
Leave a comment