Sheikh Hasina ને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો ખરાબ થઈ શકે છે. આ વાત બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈન દ્વારા કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘તે (શેખ હસીના) ભારતના દિલ્હીમાં રહી રહ્યા છે. તેમ છતાં હું તેનો જવાબ આપવા માટે યોગ્ય વ્યક્તિ નથી, પરંતુ જો ત્યાંથી (ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલય) કોઈ વિનંતી કરવામાં આવશે તો આપણે ભારત સરકારને તેમને બાંગ્લાદેશ પરત મોકલવા માટે કહેવું પડશે. તેના લીધે ભારત સરકારની મૂંઝવણ ઊભી થઈ શકે છે મને લાગે છે કે, ભારત સરકાર પણ આ જાણે છે અને તેઓ તેનું ધ્યાન રાખશે.
મીડિયા રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશ માં અનામત વિરોધી વિરોધ દરમિયાન બે BNP કાર્યકર્તાઓ સહિત ત્રણ લોકોની હત્યાના સંબંધમાં ભૂતપૂર્વ PM શેખ હસીના વિરુદ્ધ હત્યાના બે નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારના ઢાકાની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ કેસોમાં શેખ હસીના સામે દાખલ કરાયેલા કેસો ની યાદીમાં નવા કેસ રહેલા છે. હિંસા ફાટી નીકળ્યા બાદ શેખ હસીના દ્વારા રાજીનામું આપી પાંચ ઓગસ્ટના દેશ છોડી દેવામાં આવ્યો હતો. ત્યારથી શેખ હસીના વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવેલ છે. નવા કેસ સાથે શેખ હસીના સામે નોંધાયેલા કેસ ની સંખ્યા વધીને 84 પહોંચી ગઈ છે. જેમાંથી 70 પર માનવતા વિરુદ્ધ ના ગુનાની કલમો હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે નરસંહાર મામલામાં આઠ આરોપ અને કથિત અપહરણના ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
તાજેતરનો કેસ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકર્તા મતિઉર રહેમાન દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, 4 ઓગસ્ટના રોજ પાર્ટીના સાથી કાર્યકર્તા જુલકર હુસૈન (38) અને અંજના (28) ની હત્યાને લઈને કિશોરગંજમાં હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, વિદ્યાર્થી આંદોલન અને બીએનપીના કાર્યકર્તાઓના સરઘસ પર અવામી લીગના નેતાઓ દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. BNP ના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા નજીકના ખોરમાપ્તરી વિસ્તારમાં જિલ્લા અવામી લીગના નેતાના ઘરે આશ્રય લેવામાં આવ્યો હતો. ત્યાં તેમણે હસીનાના નેતૃત્વ હેઠળના પક્ષના કાર્યકરો દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા અને પછી આગ લગાવી દેવામાં આવી હતી. તેના લીધે હુસૈન અને અંજનાનું મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં હસીના, પૂર્વ રોડ ટ્રાન્સપોર્ટ અને બ્રિજ મિનિસ્ટર ઓબેદુલ કાદર સહિત 88 લોકોને આરોપી બનાવવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, મુન્શીગંજમાં 22 વર્ષીય એક વ્યક્તિની મોત બાબતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેની ચાર ઓગસ્ટના રોજ શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના આંદોલન દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં હસીના, કાદર, અવામી લીગના અન્ય નેતાઓ અને તેની વિદ્યાર્થી પાંખ છત્ર લીગના કાર્યકરો સહિત 313 લોકોને આરોપી બનાવવામાં આવેલ છે.