આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બાંગ્લાદેશમાં યોજાવનાર મહિલા ટી-૨૦ વર્લ્ડ કપને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશ પાસેથી આ વર્લ્ડ કપની યજમાની છીનવી લેવામાં આવી છે. 3 થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાવનાર આ વૈશ્વિક ટૂર્નામેન્ટ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજવામાં આવશે. બાંગ્લાદેશમાં ભારે અશાંતિ અને હિંસાને ધ્યાનમાં રાખતા ICC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે તમે જાણતા જ હશો કે, બાંગ્લાદેશમાં છેલ્લા થોડા મહિનાઓથી હિંસાનો માહોલ છવાયેલો છે. તે કારણોસર પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પોતાનું પદ અને દેશ છોડીને જવું પડ્યું હતું.
બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે તેમના નાગરિકોને બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી હતી. મહિલા ટી-20 વર્લ્ડ કપની મેચો હવે દુબઈ અને શારજાહમાં રમાડવામાં આવશે. ICC ના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં મહિલા T-20 વર્લ્ડ કપનું આયોજન ન કરવું તે શરમજનક છે કારણ કે આપણે બધા જાણીએ જ છીએ કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એક યાદગાર ઇવેન્ટનું આયોજન કરતું હતું. આ ઇવેન્ટ બાંગ્લાદેશમાં યોજાય તે માટે તમામ પ્રયાસો કરવા બદલ હું BCB ટીમનો આભાર વ્યક્ત કરું છું. તેમ છતાં તેમાં ભાગ લેનાર બધી ટીમોની સરકારો દ્વારા યાત્રા મુસાફરી જાહેર કરવાનો અર્થ એ હતો કે, આ ટુર્નામેન્ટ આયોજન અહીં કરવામાં આવે નહીં. તેમ છતાં તેમની પાસે યજમાનીના અધિકાર બન્યા રહેશે. અમે નજીકના ભવિષ્યમાં બાંગ્લાદેશમાં એક વૈશ્વિક ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે આતુર છીએ.
તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, હું BCB તરફથી યજમાની કરવા માટે અમીરાત ક્રિકેટ બોર્ડ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના તેમના પ્રસ્તાવ માટે આભાર વ્યક્ત કરું છું. અમે 2026 માં આ બે દેશોમાં ICC ના વૈશ્વિક આયોજનોને જોવા માટે આતુર રહેલા છીએ.