ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ન્યૂઝીલેન્ડ સામે 16 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત શર્માને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર ને આગામી સીરીઝ માટે મોટી જવાબદારી સોંપવામાં આવેલ છે.
જસપ્રીત બુમરાહને મળી મોટી જવાબદારી
બાંગ્લાદેશ સામે 11 ટેસ્ટ વિકેટ લઈને ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોપ પર પહોંચનાર જસપ્રીત બુમરાહને બીસીસીઆઈ તરફથી મોટું ઇનામ આપવામાં આવ્યું છે. તેમને આગામી ટેસ્ટ સીરીઝ માટે ટીમ ના વાઈસ કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.
ટેસ્ટ ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પસંદગી સમિતિ દ્વારા એવા ખેલાડીઓને જ તક આપવામાં આવી છે જેઓ તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં રમતા જોવા મળ્યા હતા. ભારત દ્વારા આ સીરીઝ 2-0 થી જીતવામાં આવી હતી. હવે ટીમ ની નજર ન્યુઝીલેન્ડ ટીમ સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ પર રહેલી છે.
રિઝર્વમાં આ ખેલાડીઓને કરવામાં આવ્યા સામેલ
હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા ને રિઝર્વ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આગામી સિરીઝમાં રોહિત શર્મા એવા ખેલાડીઓને તક આપી શકે છે જેમને બાંગ્લાદેશ સામે રમવાની તક ના મળી હોય. જેમાં ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ નો સમાવેશ થાય છે.
India ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
ટ્રાવેલિંગ રિઝર્વ : હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.