England નો કેપ્ટન જોસ બટલર જમણા પગની ઈજાના લીધે ઓસ્ટ્રેલિયા સામેની આગામી T-20 સીરીઝમાંથી બહાર થઈ ગયેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તે આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયા સામે યોજાવનારી પાંચ મેચની વનડે સીરીઝમાંથી પણ બહાર થઈ ગયા છે. તેમની ગેરહાજરીમાં ફિલ સોલ્ટ ને ઈંગ્લેન્ડ ટીમ નો કાર્યકારી કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
જોસ બટલર ને ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટ પહેલા ઈજા થઈ ગઈ હતી. ત્યાર બાદ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની વ્હાઈટ બોલ સિરીઝ પહેલા તેમની સમયસર સ્વસ્થ થવાની આશા રહેલી હતી, પરંતુ ઈજાએ તેમની આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. તે England ની સમર સીઝનમાંથી બહાર પણ થઈ શકે છે. જોસ બટલર જૂનના અંત સુધીમાં 2024 T-20 વર્લ્ડ કપમાંથી ઇંગ્લેન્ડ ની સેમિફાઇનલ માંથી બહાર થઈ ગયા બાદ એક્શનથી બહાર થઈ ગયા છે.
ઓલરાઉન્ડર જેમી ઓવરટોન ને ટી-20 ટીમમાં જોશ બટલર ના રિપ્લેસમેન્ટ તરીકે બોલાવવામાં આવ્યા છે. જોર્ડન કોક્સ, જે તેમ છતાં શ્રીલંકા સામે ચાલી રહેલી સીરીઝ માટે ઈંગ્લેન્ડના રેડ-બોલ સેટઅપના ભાગ છે, તેમને કવર તરીકે ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ 11 સપ્ટેમ્બરથી ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની T-20 આંતરરાષ્ટ્રીય સીરીઝ રમશે. ટ્રેન્ટ બ્રિજ ખાતે 19 સપ્ટેમ્બરથી વનડે સીરીઝ શરુ થવાની છે..
ઈંગ્લેન્ડ ટી-20 ટીમ : ફિલ સોલ્ટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, જેકબ બેથેલ, બ્રાઈડન કાર્સ, જોર્ડન કોક્સ, સેમ કુરન, જોશ હલ, વિલ જેક્સ, લિયામ લિવિંગસ્ટોન, સાકિબ મહમૂદ, ડેન મૂસલે, જેમી ઓવરટોન, આદિલ રશીદ, રીસ ટોપલે, જોન ટર્નર.
ઇંગ્લેન્ડની વનડે ટીમ : જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, જોર્ડન કોક્સ, બેન ડકેટ, જોશ હલ, વિલ જેક્સ, મેથ્યુ પોટ્સ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, રીસ ટોપલી, જ્હોન ટર્નર.