Ben Stokes હેમસ્ટ્રિંગની ઈજાની સાથે આગામી કેટલાક મહિનાઓ માટે ક્રિકેટ દૂર રહેશે. મંગળવારના તેમણે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને ત્યાર બાદ તે ઈંગ્લેન્ડની આગામી સિઝનમાં ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. રવિવારના માન્ચેસ્ટર ઓરિજિનલ સામે ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં નોર્ધન સુપરચાર્જર્સ તરફથી રમતા બેન સ્ટોક્સને ઈજા પહોંચી હતી. તેમણે ક્રેચના સહારે મેદાનની બહાર થવું પડ્યું હતું.
બેન સ્ટોક્સનું સ્કેન કરાવ્યા બાદ નુકસાન તેમની ઈઈજા સામે આવી હતી. એવામાં હવે તે શ્રીલંકા સામે 21 ઓગસ્ટથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી શ્રીલંકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં. તેનો અર્થ એ થયો છે કે ઓલી પોપ સીરીઝ માટે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. ECB દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બેન સ્ટોક્સ આ વર્ષના અંતમાં ઇંગ્લેન્ડના પાકિસ્તાનના ટેસ્ટ પ્રવાસ માટે પરત ફરવાનો ટાર્ગેટ બનાવી રહ્યા છે, જે સાત ઓક્ટોબરથી મુલતાનમાં શરૂ થશે. આંગળીમાં ઈજાના લીધે શ્રીલંકા સીરીઝમાંથી બહાર થઈ ગયેલા જેક ક્રાઉલી પણ પોતાના પુનરાગમન માટે પાકિસ્તાન પ્રવાસને જોઈ રહ્યા છે.
ઇંગ્લેન્ડે શ્રીલંકા સામેની મેચ માટે પોતાની ટીમમાં બેન સ્ટોક્સના સ્થાને ખેલાડીનું નામ ન લેવાનો નિર્ણય લીધો છે. તેમની ગેરહાજરીમાં જોર્ડન કોકસ છઠ્ઠા નંબર પર નિષ્ણાત બેટ્સમેન તરીકે ટેસ્ટમાં ડેબ્યુ કરવા માટે રેસમાં રહેલા છે. વૈકલ્પિક રીતે ટીમમાં જેમી સ્મિથ અને ક્રિસ વોક્સને અનુક્રમે છ અને સાત નંબર પર મોકલીને ટીમનું સંતુલન બદલી શકાય છે અને મેથ્યુ પોટ્સ અથવા ઓલી સ્ટોનના રૂપમાં વધારાના ઝડપી બોલરની પસંદગી કરી શકે છે.
ઓલી પોપને 2023 માં સ્ટોક્સના ડેપ્યુટી બનાવવામાં આવ્યા હતા. તેની સાથે ત્રીજા નંબરે બેટિંગ કરવા માટેનું તેમનું પ્રમોશન મોટાભાગે સફળ રહેલ છે. આ ક્રમમાં તેણે 44.63 ની એવરેજથી રન બનાવ્યા છે અને તેમાં પાંચ સદીનો સમાવેશ છે. પોપનો સુકાનીપદનો અનુભવ એક ફર્સ્ટ-ક્લાસ મેચ પૂરતો મર્યાદિત રહેલ છે, જે સપ્ટેમ્બર 2021 માં ગ્લેમોર્ગન સામે સરેનું નેતૃત્વ કર્યું હતું. આ સિવાય તેમણે 2022 ના પાકિસ્તાન પ્રવાસ પહેલા UAE માં અને 2023 ની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડમાં પ્રેક્ટિસ મેચોમાં ઈંગ્લેન્ડ ઈલેવનનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ બેન સ્ટોક્સે બંનેમાંથી બહાર બેસવાનું પસંદ કર્યું હતું.