કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘Bhool Bhulaiyaa 3’ આ અઠવાડિયે શુક્રવારના રિલીઝ થવાની છે. દિવાળીના દિવસે રિલીઝ થનારી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફિલ્મ દ્વારા 71 લાખ રૂપિયાનું કલેક્શન કરી લેવામાં આવ્યું છે. ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 ની અત્યાર સુધીમાં 7 હજાર 5019 ટિકિટ બુક થઈ ગઈ છે. સેકનિલ્કના આંકડા મુજબ, ‘ભૂલ ભુલૈયા 3’ નું એડવાન્સ બુકિંગ ત્રણ દિવસ પૂર્ણ થઈ ગયું છે. તેના સિવાય ફિલ્મે અત્યાર સુધીમાં 71 લાખ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મ 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અજય દેવગણની ફિલ્મ સિંઘમ અગેઈન સાથે ટક્કર આપવા જઈ રહી છે.
સુપરહિટ સિરીઝ નો ત્રીજો ભાગ
કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ “ભૂલ ભુલૈયા 3” માં વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને રાજપાલ યાદવ જેવા પ્રખ્યાત કલાકાર જોવા મળવાના છે. ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલા આ ફિલ્મના બે ભાગ સુપરહિટ થઈ ગયા છે. તેનો બીજો ભાગ છેલ્લા 2 વર્ષમાં રિલીઝ થયો હતો અને બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થયો હતો. હવે આ ફિલ્મ નો ત્રીજો ભાગ પણ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર રહેલો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગ દ્વારા પણ સારા સંકેત આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 71 લાખ રૂપિયાથી વધુનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. હવે જોવાનું એ રહેશે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલું ધમાકેદાર પ્રદર્શન કરી શકશે.
સિંઘમ અગેઇન સાથે બોક્સ ઓફિસ પર થશે ટક્કર
‘ભુલ ભુલૈયા 3’ અને અજય દેવગણ સ્ટારર ફિલ્મ સિંઘમ અગેન એક જ દિવસે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર રહેલ છે. સિંઘમ અગેઇન અને ભૂલ ભુલૈયા વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર જોવા મળવાની છે. સિંઘમ અગેઇન પણ સુપરહિટ સિરીઝનો ત્રીજો ભાગ રહેલો છે. આ પહેલા રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દ્વારા બોક્સ ઓફિસ પર બે વખત ધૂમ મચાવવા માં આવી છે. હવે આ ત્રીજો ભાગ બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર રહેલ છે.