Gujarat : અમદાવાદ પોલીસ સામે 12 લોકોની હત્યાનો ગુનો કબુલ નાર નવલસિંહ ચાવડા નામના ભૂવા નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ સામે કબુલાત કર્યા બાદ ભૂવાની લોકઅપમાં તબિયત બગડી ગઈ હતી. ત્યાર બાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન નવલસિંહ ચાવડા નામના ભુવા નું મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે જણાવી દઈએ કે, ચાર ગણા પૈસા કરી આપવાની પૈસાની લાલચ આપી ભુવા દ્વારા અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
અમદાવાદ ની સરખેજ પોલીસ દ્વારા એક એવા ભૂવાને પકડવામાં આવ્યો હતો. જે ચાર ગણા પૈસાની લાલચ આપીને પૈસા પડાવવા માટે હત્યા આચરવા સુધીનું કાવતરું ઘડતો રહેતો હતો. નવલસિંહ ચાવડા દ્વારા તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે 12 જેટલી હત્યા સોડિયમ નાઇટ્રેટથી કરી હોવાનું સામે આવ્યું હતું. નવલસિંહ નામના તાંત્રિક દ્વારા સુરેન્દ્રનગર અને રાજકોટમાં 3-3, અસલાલીમાં 1, અંજારમાં 1, વાંકાનેરમાં 1 તથા 3 મર્ડર પોતાના પરિવાર માંથી કર્યા હોવાની કબુલાત કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં એકાએક ભુવાની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ભૂવા દ્વારા તેની માતા, દાદી અને કાકાની પણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ભુવા દ્વારા સોડિયમ નાઇટ્રેટ સુરેન્દ્રનગર ની લેબ માંથી લેવામાં આવ્યું હતું. વઢવાણના આવેલા મઢમાં તે દોરા ધાગા કરતો રહેતો હતો. ભુવા દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલવામાં આવ્યું છે.
તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, સરખેજ પોલીસ સ્ટેશનમાં જીગર ગોહિલ દ્વારા નવલસિંહનો ભંડાફોડ કરવામાં આવ્યો હતો. નવલસિંહ આ પ્રકારના ચારગણા પૈસા આપવાની લાલચ આપતો અને રૂબરૂ બોલાવીને તેની ગાડીમાં પડેલા પાઉડરમાં પીળા કલરનું એસિડ નાંખી પાણી કે દારૂમાં ભેળવી વિધિ કરવાના બહાને પીવડાવતો હતો. જ્યારે પ્રવાહી પીવડાવ્યા બાદ અડધા કલાક પછી પરત આવો તેવી વાત કરતો રહેતો હતો. આ દરમિયાન પ્રવાહીની અસર થયા બાદ અકસ્માત થાય કે હાર્ટ એટેક આવતાં મૃત્યુ નિપજે એટલે નવલસિંહ પૈસા લઇને ભાગી જતો હતો. જ્યારે એવામાં પોલીસ કસ્ટડીમાં તાંત્રિકનું મૃત્યુ નીપજ્યું છે.