Helmet ન પહેરનાર સામે મોટી કાર્યવાહી, જાણો કેટલા લોકોના રદ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ?

Amit Darji

રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ટ્રાફિકના નિયમોનો લોકો દ્વારા ભંગ કરવામાં આવતો હોય છે. જ્યારે આ બાબતમાં હાઇકોર્ટના સુચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલક ના લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરાઈ રહી છે.

જ્યારે હવે આ બાબતમાં ડિસીપી સફીન હાસીન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ પહેર્યા વાહન ચલાવતા અને તેના સિવાય ટ્રાફિકના નિયમનો ભંગ કરીને છ જેટલા મેમો જેને આપવામાં આવેલ છે. તેવા બે હજાર જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટેનો રીપોર્ટ આરટીઓને આપવામાં આવેલ છે. તેની સાથે સમગ્ર રાજ્યની આર ટી ઓમાં આ રીપોર્ટ કરીને વાહનચાલકોની જાણકારી આપવામાં આવેલ છે. તેમ છતાં ગત જુલાઇ મહીનામાં પણ 151 વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટેનો રિપોર્ટ કરાયો હતો. આ બાબતમાં આર ટી ઓ દ્વારા 37 જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરાયા છે.

તેમ છતાં હાલમાં પણ Helmet પહેર્યા વગર વાહન ચલાવનાર દરરોજના ત્રણથી ચાર હજાર વાહનચાલકોને મેમો અપાઈ રહ્યા છે. તેની સાથે આગામી દિવસોમાં પણ છ મેમોની સંખ્યામાં ઘટાડો કરીને વધુમાં વધુ વાહન ચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેના માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીના લીધે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો પણ નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બને છે. એવામાં સરકાર દ્વારા સખ્તાઈ વર્તવામાં આવી છે.

Share This Article
Leave a comment