હવામાન વિભાગની મોટી આગાહી, જાણો આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ?…

Amit Darji

રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. એવામાં ઠંડી ને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. એવામાં રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડી ને લઈને આગાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ દિવસ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા રહેલી છે તેમજ ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વ થી પૂર્વના પવન હાલમાં ફૂંકાઇ રહ્યા છે. જ્યારે સૌથી ઠંડું નલિયા બનેલ છે જ્યાં 11.5 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધારે રહ્યું હતું. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા ના લીધે વાતાવરણમાં ફેરફાર આવશે.

તેની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યના હવામાનને લઈ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર નો ભેજ આવવાના લીધે પાંચ ડિસેમ્બરથી વાદળો જોવા મળવાના છે. તેના લીધે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ પણ રહેવાની શક્યતા છે. તેના સિવાય 15 થી 17 ડિસેમ્બર ના રોજ વાદળછાયું વાતાવરણ તો ડિસેમ્બર ના અંતમાં પણ હળવો વરસાદ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ભારે ઠંડી જોવા મળી રહી છે. જ્યારે ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. જેમાં આવધા, રાજપુરી, ગોરખડા અને મોહપાડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

Share This Article
Leave a comment