રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ત્રણ સિસ્ટમ સક્રિય થવાના લીધે ભારે વરસાદ (RAIN) જોવા મળી રહ્યો છે. એવામાં ગત રાત્રીના મોરબી, સુરેન્દ્રનગર, નવસારી, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે તેના લીધે હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો લગભગ 82 થી 83 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. એવામાં આજે ગુજરાતના વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, તાપી અને અમરેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં પણ હજુ પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ ની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, બોટાદ, કચ્છ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, રાજકોટ અને દીવ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
તેની સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવામાં આવ્યું છે કે, બંગાળની ખાડી નું લો-પ્રેસર નજીક આવવાના લીધે લો-પ્રેશર હાલ મજબૂત ડિપ-ડિપ્રેશન માં ફેરવાઈ ગયું છે જે ડીપ્રેશન હજુ પણ મજબૂત બનવાનું છે. તેના લીધે રાજ્યમાં આગામી સમયમાં આગામી ચાર દિવસ હજુ પણ ભારે વરસાદ રહેવાનો છે. તેની સાથે 29 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ માં વરસાદી માહોલ રહેવાનો છે.
તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, આણંદ, નડિયાદ અને મોરબી માં ભારે વરસાદ રહેવા નો છે. સુરેન્દ્રનગર, દ્વારકા પોરબંદરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલના એટલે કે 27 ઓગસ્ટના રોજ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ વરસે તેવી આગાહી કરવામા આવી છે.