ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા દ્વારા આ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ દ્વારા શાનદાર જીત મેળવવામાં આવી હતી. જ્યારે સીરીઝ બીજી મેચમાં ટીમ ઈન્ડિયા હાલત ખરાબ જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમ અને ચાહકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કેમ કે, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર ટૂંક જ સમયમાં ઓસ્ટ્રેલિયા જાય તેવી શક્યતા રહેલી છે. જો મોહમ્મદ શમી આ સીરીઝ બાકીની મેચો માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાય જશે તો ટીમ ઈન્ડિયાના બોલિંગ યુનિટ વધુ મજબૂત બની જશે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, BCCI નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તરફથી NOD ની રાહ જોવામાં આવી રહી છે. એક વખત Mohammed Shami ને NCA તરફથી NOD મળી જશે. ત્યાર બાદ મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની બાકીની ત્રણ મેચો માટે ઓસ્ટ્રેલિયા જઈ શકશે. BCCI વરિષ્ઠ પસંદગી સમિતિ દ્વારા Mohammed Shami ના ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવા માટે NCA તરફથી નવા ફિટનેસ ટેસ્ટના પરિણામો ની રાહ જોવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોહમ્મદ શમીના વિઝા પણ તૈયાર રહેલા છે. એક વખત તેમના દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યા બાદ તે જલ્દી જ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે.
ટીમ ઈન્ડિયા દ્વારા સીરીઝની પ્રથમ મેચ 295 રનથી જીતી લીધી હતી, પરંતુ એડિલેડમાં રમાઈ રહેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને મોહમ્મદ શમી જેવા અનુભવી બોલર ની ઉણપ પડી હતી. BCCI ના એક અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, પસંદગી સમિતિ માત્ર NCA ના ફિટનેસ ક્લિયરન્સ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. મોહમ્મદ શમી તાજેતરમાં જ તેની ફિટનેસ સાબિત કરવા બેંગલુરુ ગયા હતા. તેમના દ્વારા રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં પણ ભાગ લેવામાં આવ્યો હતો. જ્યાં તેમનું પર્ફોર્મન્સ ખૂબ જ આકર્ષક રહ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે, મોહમ્મદ શમીની કીટ પણ તૈયાર કરી દેવામાં આવી છે. તે માત્ર NCA ની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની ટીમમાંથી બહાર રહેલા છે. તે છેલ્લી વખત ટીમ ઈન્ડિયા માટે વનડે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં રમ્યા હતા. ત્યાર બા તેમને પોતાની સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તે આરામ પર રહેલા હતા. તાજેતરમાં તેણે ઘરેલુ ક્રિકેટથી કમબેક કરવામાં આવ્યું છે. મોહમ્મદ શમી દ્વારા ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2023 માં ઓસ્ટ્રેલિયા સામે રમવામાં આવી હતી.