PM Narendra Modi ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તે 21-22 ઓગસ્ટના રોજ પોલેન્ડ જવાના હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 45 વર્ષમાં પોલેન્ડની આ પ્રથમ મુલાકાતે જવાના છે. ત્યાર બાદ તે યુદ્ધગ્રસ્ત યુક્રેનની પણ મુલાકાતે પણ જવાના છે. 1992 માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ની સ્થાપના થયા બાદ આ પ્રથમ વખત થયું રહ્યું છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે જઈ રહ્યા હોય. પીએમ નરેન્દ્ર મોદીનું પોલેન્ડના વોર્સો માં ઔપચારિક તરીકે સ્વાગત કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોડી રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડા ને મળવાના છે અને ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે.
તેની સાથે PM Narendra Modi પોલેન્ડમાં રહેનાર ભારતીય સમુદાયના લોકોને પણ મળવાના છે. પોલેન્ડ બાદ પીએમ નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે જવાના છે. ત્યાં તેમના દ્વારા કિવ માં રાજકીય, વેપાર, આર્થિક, રોકાણ, શિક્ષણ, સાંસ્કૃતિક, જનસંપર્ક, માનવતાવાદી સહાય અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવશે. યુક્રેનમાં ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને ભારતીય સમુદાયના અન્ય લોકોને પણ મળવા હોવાનું સામે આવ્યું છે.
આ બાબતમાં વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે કેમ કે, 45 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે જઈ રહ્યા હોય. આ મુલાકાત એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ની સ્થાપના ના 70 વર્ષ પણ પૂર્ણ થવાના છે.
તેની સાથે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત અને પોલેન્ડ વચ્ચે 1940 ના દાયકા દરમિયાન બીજા વિશ્વયુદ્ધ નો અનોખો સંબંધ રહેલો છે જ્યારે પોલેન્ડની છ હજારથી વધુ મહિલાઓ અને બાળકોએ ભારતના બે રજવાડા – જામનગર અને કોલ્હાપુરમાં આશ્રય મેળવવામાં આવ્યો હતો. તેની સાથે એવી પણ જાણકારી સામે આવી છે કે, પીએમ નરેન્દ્ર મોદીની આ મુલાકાતથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવશે. આ અગાઉ પીએમ નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયેલા હતા. ત્યાં તેમને રશિયાના સર્વોચ્ચ સન્માન થી નવાજ્યા હતા.