President Assad ને લઈને આવ્યા મોટા સમાચાર, સીરિયા છોડી રશિયા પહોંચ્યા

Amit Darji

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તે દેશ છોડીને રશિયા ચાલ્યા ગાય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને President Assad અને તેમના પરિવારને રાજકીય આશ્રય આપવામાં આવ્યો છે. આ અગાઉ એવી અટકળો સામે અવી હતી કે, અસદના પ્લેનનો રડાર સંપર્ક તૂટી ગયો હતો અને પ્લેન ક્રેશ થવાની શક્યતા રહેલી હતી, પરંતુ હવે તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે બશર અલ-અસદ રશિયા ચાલ્યા ગયા છે.

જ્યારે બીજી તરફ સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે, અસદ દેશ છોડીને નાસી ગયા છે અને જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિની સત્તા સમાપ્ત થઈ ગયેલ છે. સીરિયામાં છેલ્લા 11 દિવસથી વિદ્રોહી જૂથો અને સેના વચ્ચે નિયંત્રણ માટે સતત લડાઈ થઈ રહી હતી. એવામાં વિદ્રોહી લડવૈયાઓ દ્વારા રવિવારના રાજધાની દમાસ્કસ પર પણ કબજો પ્રાપ્ત કરી લેવામાં આવ્યો હતો. તેની સાથે શેરીઓમાં જઈને તેમના દ્વારા ગોળીબાર કરીને વિજયની ઉજવણી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, અસદનું પ્લેન સીરિયાના લતાકિયાથી ટેકઓફ કર્યા બાદ મોસ્કો પહોંચ્યું હતું. ફ્લાઈટરાડર વેબસાઈટના ડેટા મુજબ, રવિવારના રશિયન લશ્કરી વિમાન દ્વારા લતાકિયાથી ઉડાન ભરી અને મોસ્કો આવી પહોંચ્યું હતું.

તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, સીરિયામાં બળવો 2011 માં શરૂ થયો હતો, તે સમયે અસદ સરકાર દ્વારા લોકશાહી તરફી વિરોધને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યો હતો. આ સંઘર્ષ ધીમે-ધીમે ગૃહયુદ્ધમાં ફેલાઈ ગયો, જેમાં અસદ સરકાર સામે ઘણા બળવાખોર જૂથો ઉભા થઈ ગયા હતા. અંતે આ 13 વર્ષના સંઘર્ષ બાદ અસદ શાસનને બળવાખોર જૂથો દ્વારા નીચે લાવવામાં આવ્યું છે. દમાસ્કસ પર કબજો કરીને, બળવાખોર જૂથો દ્વારા માત્ર અસદ સરકારની હકાલપટ્ટી કરવામાં આવી નહોતી. પરંતુ સીરિયન લોકોને નવી શરૂઆતની તક આપી હતી.

 

Share This Article
Leave a comment