બિહારમાંથી આવ્યા મોટા સમાચાર, Pappu Yadav ને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી

Amit Darji

બિહારના પૂર્ણિયાના સાંસદ Pappu Yadav ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિ દ્વારા પપ્પુને 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે, તેમને છેલ્લા 24 કલાકમાં જાનથી મારી નાખશે. આ ધમકી વોટ્સએપ દ્વારા આપવામાં આવી છે, જેમાં મોટો બ્લાસ્ટ દર્શાવવામાં આવી રહ્યો છે અને 24 કલાકનો સમય આપ્યો છે.

પપ્પુ યાદવ દ્વારા પત્રકારો દ્વારા વાત કરતા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા મહિનાથી તેમને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. હું ધમકીઓની પરવા કરતો નથી પરંતુ ક્યા લોકો છે ધમકી આપી રહ્યા છે, તેનો હેતુ શું છે, કોના માટે કામ કરી રહ્યા છે, જેલની અંદર ધમકી કેમ મળી રહી છે? આ તપાસનો વિષય બનેલો છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર મારી સુરક્ષા કરે કે ના કરે, ઓછામાં ઓછું લોકોને તે જણાવવું કે, મને શા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે. સાચું બોલવાની આ સજા હોય તો હું હજાર વખત આવી સજા ભોગવવા માટે તૈયાર છું. મને મારા જીવની કોઈ પણ પરવા નથી પરંતુ સરકાર ને આ જરૂર જણાવવામાં માંગુ છે કે, જેલની અંદરથી કેવી ધમકીઓ પ્રાપ્ત થઈ રહી છે. ક્યારેક વિદેશ તો ક્યારેક દેશની અંદર આ ધમકીઓ, આખરે આ લોકો કોણ છે અને કોના કહેવા પર આ બધું થઈ રહ્યું છે.

પપ્પુ યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હું આ ધમકીઓથી ડરતો નથી. પપ્પુ યાદવમાં ભય અને નફરત નામની કોઈ વસ્તુ રહેલી નથી. અમારા અંદર સત્ય કહેવાની હિમ્મત રહેલી છે. હું એક લાખ વખત મરીશ. હું મરવાની તૈયારીમાં છું. પરંતુ હું માનવતાના રસ્તાઓને કમજોર થવા દઈશ નહીં. હું મારી તમામ જવાબદારીઓને નિભાવીશ. હું દેશ માટે ગમે ત્યારે મરવા તૈયાર રહેલ છું. કેજરીવાલ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, તમને કોને છોડી રહ્યા છો.?

Share This Article
Leave a comment