Khyati Hospital કાંડ મામલે મોટા સમાચાર, આરોપી ડોક્ટર સંજય પટોળિયા ની કરી ધરપકડ

Amit Darji

Khyati Hospital કાંડમાં ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં આ મામલામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી ડૉ. સંજય પટોળીયા ની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ, ડૉ. સંજય પટોળીયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર રહેલો હતો. તેની સાથે રાજકોટમાં ડૉ. સંજય પટોળીયા ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. સંજય પટોળીયા રાજકોટમાં છુપાઈને બેઠેલો હતો. તેમ છતાં આ ઘટના બાદ તેણે આગોતરા જામીન અરજી આપવામાં આવી હતી. પરંતુ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતા અમદાવાદ આવી ગયો હતો. આ દરમિયાન સોલા મિત્રના આર. કે. જે ફાર્મ હાઉસ પાસે છુપાયેલો રહેલો હતો. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંજય પટોળીયા ની તપાસમાં મોટી જાણકારી સામે આવી છે. સંજય પટોળીયા ની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર, સંજય પટોળીયા રાજકોટમાં છુપાઈને બેઠેલો હતો અને ત્યાંથી તેના દ્વારા આગોતરા જામીન અરજી આપવામાં આવી હતી. એવામાં આગોતરા જામીન અરજી રિજેક્ટ થવાના લીધે અમદાવાદ આવી ગયો હતો. તેમ છતાં સંજય સોલા મિત્રના આર. કે. જે ફાર્મ હાઉસ પાસે છુપાયેલો હતો અને આર. કે. જે ફાર્મ હાઉસ પાસેથી તેના દ્વારા કોલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મોબાઇલ ટ્રેસ કરીને સંજય પટોળીયા ની ધરપકડ કરવામાં આવી હતી.

તેની સાથે વધુ જણાવી દઈએ કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જ્યારે હવે સંજય પટોળીયા ની પૂછપરછ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ હોસ્પિટલને સમન્સ પાઠવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે ક્રાઇમ બ્રાંચની તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાબતમાં ક્રાઇમબ્રાંચ દ્વારા 100થી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેની સાથે PMJAY ના મુખ્ય CMO ને પૂછપરછ માટે બોલાવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય ફાયનાન્સ કંપનીના રિજિયોનલ મેનેજરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ રીતે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા તમામ લોકો ની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Share This Article
Leave a comment