Khyati Hospital કાંડ મામલામાં મોટા સમાચાર, આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે કરાયા રદ

Amit Darji

Khyati Hospital કાંડને લઈને સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આ મામલામાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલામાં ડૉ. પ્રશાંત વજીરાણીનું લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ ડૉ. પ્રશાંત વજીરાણી MBBS, MS, DNBનું લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયું છે.

તમને જણાવી દઈએ કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડૉ. પ્રશાંત વજીરાણી દ્વારા રૂપિયા માટે આડેધડ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એવામાં ખ્યાતિ હોસ્પિટલ પાસેથી 24 લાખ રૂપિયા લેવાના થતા હતા અને રૂપિયા ન મળતા ડૉ. પ્રશાંત દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. એવામાં ચાર મહિના બાદ બાકી નીકળતા રૂપિયા વસૂલવા ફરી આરોપી હોસ્પિટલમાં જોડાઈ ગયો હતો. હોસ્પિટલમાં ફરી જોડાયા બાદ ડૉ. પ્રશાંત દ્વારા 20 જેટલી સર્જરી કરવામાં આવી હતી.

તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. આયુષ્યમાન યોજના હેઠળ સરકારી રૂપિયા પડાવવા માટે દર્દીઓ ને ડરાવી ને ઓપરેશન કરાવવામાં આવતું હતું. ડોક્ટરો દર્દીઓ ને નળી બ્લોક છે હાર્ટ એટેક આવશે તેવા ડરામણા રિપોર્ટ બતાવવામાં આવતા હતા. તેની સાથે હાર્ટ એટેક આવશે તો 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેવું કહીને દર્દીઓમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવતો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ માં આવતા દર્દીઓને પણ સ્ટેન્ટ મુકી દેવામાં આવતા હતા. તેની સાથે મોટાભાગના દર્દીઓને તો જાણકારી જ નહોતી કે, તેમને સ્ટેન્ટ મુકી દેવામાં આવ્યા છે.

Share This Article
Leave a comment