Baba Siddique હત્યા બાદ આ કેસ ને સતત મુંબઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આ કેસમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં પુણેથી વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ કરાઈ છે. આ મામલામાં રૂપેશ રાજેન્દ્ર મોહોલ (22), કરણ રાહુલ સાલ્વે (19) અને શિવમ અરવિંદ કોહર (20) ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 20 ઓક્ટોબર ના બાબા સિદ્દીકી હત્યા કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ હત્યા સાથે સંકળાયેલા અન્ય એક આરોપી ની નવી મુંબઈના બેલાપુરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ રાજસ્થાનના ઉદયપુર ના રહેવાસી ભગવત સિંહ તરીકે સામે આવી છે.
જ્યારે 18 ઓક્ટોબર ના રોજ પોલીસ દ્વારા બાબા સિદ્દિકીની હત્યા કેસમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ રવિવારે હત્યા સાથે સંબંધિત અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. તેની સાથે દસમા આરોપીની ઓળખ ભગવત સિંહ તરીકે સામે આવી છે, જે રાજસ્થાનના ઉદયપુર નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભગવત સિંહ હુમલાના દિવસ સુધી મુંબઈ ના બીકેસી વિસ્તારમાં રહી રહ્યો હતો. તપાસમાં તે પણ સામે આવ્યું છે કે, શૂટરોને ભગવત સિંહ દ્વારા હથિયારો પૂરા પાડવામાં આવ્યા હતા. આરોપીને મુંબઈની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો જ્યાં તેને 26 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે. હવે પોલીસ તેને પોતાની કસ્ટડીમાં લઈ હત્યા સાથે જોડાયેલા મોટા રહસ્યો ખોલવામાં આવશે. આ સાથે મુંબઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી અને બાબા સિદ્દિકીની સુરક્ષામાં બેદરકારી દાખવનાર કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
તેની સાથે જણાવી દઈએ કે, 12 ઓક્ટોબરના રોજ મુંબઈ ના બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ હત્યાનું કાવતરું કરનાર શુભમ લોંકર અને મોહમ્મદ જીશાન અખ્તર રહેલ છે. તેમ છતાં તપાસમાં સામે આવ્યું છે કે, નીતિન સપ્રે અને રામ કનોજિયા આ મોડ્યુલના મુખ્ય સભ્યો રહેલા હતા. સિદ્દીકીની હત્યામાં વપરાયેલા હથિયારો આ મોડ્યુલ દ્વારા શૂટરને પૂરા પડાયા હતા. આ બાબતમાં પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાં નીતિન ગૌતમ સપ્રે (32) અને રામ કનોજિયા (43) ઉપરાંત સંભાજી કિશન પારધી (44), પ્રદીપ દત્તુ થોમ્બરે (37) અને ચેતન દિલીપ પારધી સામેલ છે. નીતિન સપ્રે ડોમ્બિવલી નો રહેવાસી છે. જ્યારે સંભાજી પારધી, પ્રદીપ થોમ્બરે અને ચેતન પારધી થાણેના અંબરનાથના રહેવાસી છે. આ સિવાય કનોજિયા રાયગઢના પનવેલ નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.