મોટા સમાચાર : Vodafone Idea વપરાશકર્તાઓને હવે 12 કલાક માટે મળશે ફ્રી અનલિમિટેડ ડેટા

Amit Darji

Vodafone Idea દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ માંથી એક છે. Vi એ તેના કરોડો ગ્રાહકો માટે એક એવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે જેના દ્વારા Jio અને Airtel નું ટેન્શન વધારી દેવામાં આવ્યું છે. Vi એ તેના ઇન્ટરનેટ ડેટા પ્રેમી યુઝર્સ માટે એક નવો સુપર હીરો પ્લાન લાવવામાં આવ્યો છે. આ પ્લાનમાં કંપની દ્વારા ગ્રાહકોને 12 કલાક માટે અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, વોડાફોન આઈડિયા પાસે તેના ગ્રાહકો માટે પહેલાથી જ આવો પ્લાન રહેલો છે જેમાં ગ્રાહકોને રાત્રીના 12 થી સવાર ના 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવ્યો છે. પરંતુ હવે નવા પ્લાનમાં તમને રાત્રીના 12 થી 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો લાભ અપાશે. તેનો અર્થ Vi યુઝર્સ હવે રાત્રીના 12 થી બપોરના 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા નો વપરાશ કરી શકશે.

Vodafone Idea દ્વારા ઓફર કરવામાં આવનાર 12 કલાક સુધી અનલિમિટેડ ડેટા ઓફર માટે કોઈ અલગ પ્લાન રહેલો નથી. આ ઑફર તે બધા પ્લાનમાં ઓટોમેટિક રીતે લાગુ થઈ જશે જેમાં દરરોજ 2 GB અથવા વધુ ડેટા મળે છે. તમને જણાવી દઈએ કે, 2 GB કે પછી તેનાથી વધુ ડેટા વાળા પ્લાનની કિંમત 365 રૂપિયાથી શરૂ થાય છે.

વીકએન્ડ રોલઓવરની મળશે સુવિધા

Vi ના આવા જ એક પ્લાનની ખાસ વાત એ રહેલી છે કે, ગ્રાહકોને વીકએન્ડ રોલઓવરની સુવિધા પણ પ્રાપ્ત થશે. તેનો એક મોટો ફાયદો એ છે કે, યુઝર્સ સંપૂર્ણ અઠવાડિયામાં બચેલા ડેટાનો ઉપયોગ કરવા માટે આગળ લઇ જઈ શકે છે. Vi નો આ પ્લાન તમને ડેટા ડિલાઈટ ની સુવિધા પણ આપે છે. તેમાં તમે કોઈપણ વધારાની ચુકવણી વગર  Vi એપ્લિકેશન ની મદદથી 2 જીબી સુધીનો ડેટા બે વખત ઉપયોગ કરી શકો છો.

વોડાફોન આઈડિયાના રૂ. 365 ના પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી અપાઈ રહી છે. તમે બધા નેટવર્કમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકે છે. તેના સિવાય તમે સંપૂર્ણ વેલિડિટી માં કુલ 56 GB ડેટાનો ઉપયોગ કરી શકશો. તેનો અર્થ તમે દરરોજ 2 GB ડેટાનો ઉપયોગ કરી શકશો.

Share This Article
Leave a comment